Connect Gujarat
Featured

જુનાગઢ : દારૂનો નાશ થઈ શકે છે પરંતુ તેની તલપનો નહીં, જુઓ દારૂના જથ્થાનો નાશ થઈ ગયા બાદ લોકોએ શું કર્યું..!

જુનાગઢ : દારૂનો નાશ થઈ શકે છે પરંતુ તેની તલપનો નહીં, જુઓ દારૂના જથ્થાનો નાશ થઈ ગયા બાદ લોકોએ શું કર્યું..!
X

જુનાગઢ જિલ્લાના કેશોદ સબ ડિવિઝનના કેશોદ અને શીલ પોલીસ મથકમાં અલગ અલગ ગુન્હામાં ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો, ત્યારે અધિકારીઓની સ્થળ પરથી ગેરહાજરી થતાં આસપાસના લોકોએ ખાબોચિયા અને ટ્રકમાંથી નિકળતા દારૂને વાસણ અને પ્લાસ્ટિકની બોટલમાં ભરવા માટે દોટ લગાવી હતી.

મળતી માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લાના કેશોદ પોલીસ મથક હેઠળ 25 જેટલા ગુન્હામાં 69 લાખ ઉપરાંતની 17374 દારૂની બોટલ અને શીલ પોલીસ મથક હેઠળ 26 જેટલા ગુન્હામાં 4 લાખ ઉપરાંતની 1871 દારૂની બોટલ મળી અંદાજીત કિંમત રૂપિયા 74 લાખ ઉપરાંતની કુલ 19245 દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો હતો. જેનો નાશ કરવા કોર્ટે હુકમ કરતાં સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ રેખાબા જાડેજાની સૂચનાથી જિલ્લા નશાબંધી ડાયરેક્ટર, જિલ્લા એએસપી, મામલતદાર અને ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓની હાજરીમાં ભરડિયા વિસ્તાર નજીક દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. જોકે પોલીસ અને અધિકારીઓ દારૂનો નાશ કરી સ્થળ પરથી નિકળી ગયા બાદ તુટેલી દારૂની બોટલોને કચરમાં ફેંકવાની કાર્યવાહી ચાલુ હતી, તે દરમ્યાન આસપાસના લોકોએ ખાબોચિયા અને ટ્રકમાંથી નિકળતા કાદવ-કીચડવાળા દારૂને હાથ વગા વાસણ અને પ્લાસ્ટિકની બોટલમાં ભરવા માટે દોટ લગાવી હતી, ત્યારે હવે આ દ્રશ્યો જોઇ એમ કહી શકાય કે, દારૂનો નાશ થઇ શકે છે, પરંતુ તેની તલપનો નહીં. હાલ તો આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

Next Story