Connect Gujarat
Featured

જુનાગઢ : ટેકાના ભાવે થતી મગફળીની ખરીદીમાં લોલમલોલનો ખેડૂતોએ કર્યો આક્ષેપ, જુઓ પછી શું થયું..!

જુનાગઢ : ટેકાના ભાવે થતી મગફળીની ખરીદીમાં લોલમલોલનો ખેડૂતોએ કર્યો આક્ષેપ, જુઓ પછી શું થયું..!
X

જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીમાં લોલમલોલ ચાલતી હોવાના આક્ષેપ સાથે કિસાન કોંગ્રેસ અને કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી.

જુનાગઢ શહેર માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોના અનેક પ્રશ્નોને લઈને કિસાન કોંગ્રેસ અને કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા અચાનક જ ધામા નાખવામાં આવ્યા હતા. જેમાં મગફળીની ગુણવત્તા ચકાસતા ગ્રેડરો જ ક્વોલિફાઈડ ન હોવાનું સામે આવ્યું હતું. મગફળી ભરવા માટેના 907 ગ્રામના બારદાનને બદલે સાડા છસોથી સાતસો ગ્રામ સુધીના બારદાન રાખવામાં આવ્યા છે. મગફળી તોડવા માટેના કાયદાઓ પ્રમાણિત થયેલા નથી ખેડૂતોની મગફળીનું સેમ્પલિંગ કરવા માટે 250 ગ્રામના બદલે 2થી 3 કિલો મગફળી લઈ તેનું સેમ્પલ કરવામાં આવે છે. ખેડૂતોને એક બોડીમાં 200થી 250 ગ્રામ મગફળી વધુ લેવામાં આવી રહી છે, ત્યારે હવે ચોંકાવનારી વિગતો સામે આવતા ખેડૂત અગ્રણીઓ દ્વારા અધિકારીને મગફળી ખરીદ કેન્દ્ર ખાતે રૂબરૂ બોલાવવાની ફરજ પાડી હતી. જેમાં અધિકારીઓ પણ મગફળી ખરીદીનો કોઈ અનુભવ ધરાવતા ન હોય પરંતુ એક વ્યવસ્થાના ભાગરૂપે મુકવામાં આવ્યા છે.

જોકે ખેડૂત આગેવાનોના તમામ આક્ષેપોની વાતના જવાબમાં અધિકારીએ જણાવ્યું હતું કે, ગ્રેડરો ક્વોલિફાઇડ છે કે તે ખબર નથી, વજન કાંટાના પ્રમાણપત્ર છે કે નહીં તે પણ ખબર નથી. મગફળી ખરીદી અંગેનો કોઈ પરિપત્ર પણ આપવામાં આવ્યો નથી. મામલતદાર પુરવઠા અધિકારીઓ પોતાની કામગીરીમાં વ્યસ્ત હોવાથી અન્ય વિભાગના અધિકારી તરીકે સુપરવિઝન માટે મુકવામાં આવ્યા છે, ત્યારે હાલ તો જુનાગઢમાં ફરી એકવાર મગફળીની ખરીદીમાં ચાલતી લાલીયાવાડી સામે આવી છે.

Next Story