• કાળવા ચોક વિસ્તારમાં અસામાજિક તત્વનો આતંક

  • રાત્રિના સમયે તીક્ષ્ણ હથિયાર લઈને મચાવી ધમાલ

  • પૈસાની માંગણી કરી એક રિક્ષાચાલકને માર માર્યો

  • ધમાલ મચાવનાર શખ્સની પોલીસ દ્વારા ધરપકડ

  • આરોપી સામે અનેક ગુના દાખલ હોવાનું સામે આવ્યું

જુનાગઢ શહેરના કાળવા ચોક વિસ્તારમાં રાત્રિના સમયે તીક્ષ્ણ હથિયાર લઈને ધમાલ મચાવનાર શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુનાગઢમાં દિવસેને દિવસે આવારા તત્વોનો આતંક વધી રહ્યો છેત્યારે શહેરના હ્રદય સમાં કાળવા ચોક વિસ્તારમાં રાત્રિના સમયે અસામાજિક તત્વએ તિક્ષણ હથિયાર લઈને ધમાલ મચાવી હતીજ્યારે એક રિક્ષાચાલક પાસેથી પૈસાની માંગણી કરી હથિયાર વડે માર માર્યો હતોઅને સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો. સમગ્ર મામલે પોલીસની જુદી જુદી ટીમો સ્થળ પર દોડી આવી હતીઅને ફિલ્મી સ્ટાઇલમાં આતંક મચાવનાર વિજય ચુડાસમા નામના શખ્સને ઝડપી પડ્યો છે. ઝડપાયેલ આરોપી સામે અનેક ગુનાઓ દાખલ હોવાનું પણ સામે આવ્યું છેત્યારે હાલ તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.