Connect Gujarat
ગુજરાત

જૂનાગઢ : વિશ્વ સિંહ દિવસની કરાઇ ઉજવણી, ૧૧ લાખથી વધુ લોકો જોડાયા

જૂનાગઢ : વિશ્વ સિંહ દિવસની કરાઇ ઉજવણી, ૧૧ લાખથી વધુ લોકો જોડાયા
X

જૂનાગઢ સાસણ ખાતે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહના સંવર્ધન અને સંરક્ષણ માટે મહારેલીનું નયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના પ જિલ્લાઓની૫૫૦૦ શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ મળીને ૧૧ લાખથી વધુ લોકોએ જોડાઇ લંડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા નોંધ લેવામાં આવી હતી.

આજે તા. ૧૦મી ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. ગીર વિસ્તાર જ પુરતુ નહીં પરંતુ ગુજરાત અને સમગ્ર દેશનું ગૌરવ અને આગવી ઓળખ સિંહ હોય,વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં જુનાગઢ, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ સિંહના સંવર્ધન અને સંરક્ષણ તેમજજાગૃતિ અર્થે મહારેલીઓ યોજાઇ હતી. આજરોજ પાંચ જિલ્લાઓમાં ૪૦ તાલુકાના ૫૫૦૦ શાળાના વિદ્યાર્થીઓ સંગાથે ૧૧ લાખથી વધુ લોકોએ ભાગ લઇ સિંહના સંરક્ષણ અને સવર્ધન માટે રેલીમાં જોડાઈ પ્રતિજ્ઞા લીધી હતી. આ મહાજાગૃતિ સંકલ્પની નોંધ લઈ લંડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા પ્રોવીઝનલ સર્ટીફીકેટ પણ એનાયત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય વન સંરક્ષક ડી.ટી.વસાવડાએ જણાવ્યું હતું કે, લોકજાગૃતિ માટે આજના બાળકો જે ભવિષ્યના નાગરિક છે તેઓ સિંહ, ગીર, ગીર વનસ્પતિ, વન્યજીવો અને આપણા જીવન સાથે સિંહ કેવી રીતે અને ક્યાં જોડાયેલ છે તે વિષે જાણે તે જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે આપણે સિંહનું પૂજન કરીએ તો સિંહનું સંરક્ષણ અને સંવર્ધન આપોઆપ થઇ જશે. ગુજરાત સરકાર દ્વારા વન્યજીવો માટે અનેક સવલતો પણ કરવામાં આવી છે. વન્યજીવોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સ સેવા, સિંહોને રેડિયો કોલર લગાવવા તથા હાઈટેક ટેકનોલોજી વડે મોનીટરીંગ કરવામાંપણ આવે છે.

Next Story