જૂનાગઢ : કોંગ્રેસે મધ્યપ્રદેશને પોતાનુ એટીએમ બનાવ્યુ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

New Update
જૂનાગઢ : કોંગ્રેસે મધ્યપ્રદેશને પોતાનુ એટીએમ બનાવ્યુ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ એક દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ સવારે 10.15કલાકે રાજકોટ પહોચ્યા હતા. જ્યા તેઓ એરપોર્ટ પર પાર્ટીના આગેવાનોને મળ્યા બાદ વાયુસેનાના હેલિકોપ્ટર મારફત જૂનાગઢ જવા રવાના થયા હતા. જ્યા પહોંચી તેઓએ વિશાળ જન મેદનીને સંબોધી હતી. નરેન્દ્ર મોદીએ કેમ છો બધા કહી સંબોધનની શરૂઆત કરી હતી. તો સાથેજ પોતાના 43 મિનીટના ભાષણમા સૌરાષ્ટ્રની ધરા, કેસર કેરી અને કેસરી સિંહ સહિતને યાદ કરતા કરતા વિરોધીઓ પર આકરા પ્રહાર પણ કર્યા હતા.

નરેન્દ્રમોદીએ પોતાના ભાષણમા સરદાર સાહેબને યાદ કરતા કહ્યુ હતુ, કે જો સરદાર સાહેબ ન હોત તો જૂનાગઢ ભારતનો ભાગ ન હોત. તો કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યુ હતુ કે મધ્યપ્રદેશમા કોંગ્રેસની સરકાર બની 6 મહિના નથી વિત્યા ત્યા તો કોંગ્રેસે મધ્યપ્રદેશને પોતાનુ એટીએમ સેન્ટર બનાવી દીધુ છે. પહેલા કોંગ્રેસનુ એટીએમ કર્ણાટક હતુ જે હવે બદલી મધ્યપ્રદેશ થયુ છે. તો સાથે જ રાજસ્થાન અને છતિસગઢ્ઢમા જ આવા કંઈક હાલ હશે તેવુ જણાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે તાજેતરમા મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના નજીકના ગણાતા અધિકારીઓના ઘરે ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા રેડ કરવામા આવી હતી. જે રેડ દરમિયાન મોટી માત્રામા રોકડ રકમ પણ હાથ લાગી છે.

નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ કે એર સ્ટ્રાઈક મામલે સર્જીકલ સ્ટ્રાઈક મામલે તમને ગર્વ થાય છે કે નહી? તો સાથે જ કોંગ્રેસ અને વિરોધીઓ પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે મને વિરોધીોએ એક પણ ગાળ આપવાની બાકી નથી રાખી.

નરેન્દ્ર મોદીએ 21મી સદિમા જન્મ લેનાર યુવાનોને સંબોધીત કરતા જણાવ્યુ હતુ કે તમે તમારો કિમંતી મત દેશના શહિદોને સમર્પિત કરજો. દેશના જવનોને સમર્પિત કરજો. દેશની સુરક્ષા માટે કામ કરનારા માટે સમર્પિત કરજો. આમ, નરેન્દ્ર મોદીએ દેશ માટે શહિદ થયેલા જવાનોના નામે વોટ માંગ્યા હતા.