Connect Gujarat
ગુજરાત

કરજણ-ધાવટ માર્ગ પર અજાણ્યા યુવાનનો મૃતદહ મળી આવતા ચકચાર

કરજણ-ધાવટ માર્ગ પર અજાણ્યા યુવાનનો મૃતદહ મળી આવતા ચકચાર
X

વડોદરાના જિલ્લાના કરજણ - ધાવટ રોડ પર આવેલા સબ સ્ટેશન યાર્ડ નજીકથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

પોલીસ સુત્રીય માહિતી અનુસાર કરજણ - ધાવટ રોડ ઉપર ગતરોજ મોડી સાંજના સુમારે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ હોવાની જાણ થતા ૧૦૮ એમ્બ્યુલન્સને વર્ધી મળતા ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળ પર યુવાન મૃત હાલતમાં નજરે પડતા પોલીસને જાણ કરાતા પોલીસે અજાણ્યા યુવાનના વાલી વારસોની શોધખોળ આદરી હતી.

પોલીસે મૃતક યુવાનના મૃતદેહને કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી એમ માટે ખસેડ્યો હતો. પોલીસની શોધખોળના અંતે મૃતક યુવાન કરાલી ગામનો હોવાનું જાણવા મળ્યું હતું યુવાન ખેંચની બીમારીથી પીડાતો હોય અચાનક જ યુવાનને ખેંચ આવતા યુવાનનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું પ્રાથમિક માહિતીમાં પોલીસને ગામનું નામ મળતા પોલીસે વાલીવારસોની તપાસ હાથ ધરી હતી.

Next Story