Connect Gujarat
ગુજરાત

કરજણ તાલુકાના પીંગલવાળા ગામની પ્રસુતાની વ્હારે આવી 108 એમ્બ્યુલન્સ સેવા

કરજણ તાલુકાના પીંગલવાળા ગામની પ્રસુતાની વ્હારે આવી 108 એમ્બ્યુલન્સ સેવા
X

દવાખાને લઈ જાય તે પહેલાં જ મહિલાની એમ્બ્યુલન્સમાં કરાવી સફળ પ્રસુતિ

108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવા દિન પ્રતિદિન વેદનાગ્રસ્તોના વહારે આવી ખુબ જ પ્રશંસનીય સેવા પ્રદાન કરી રહી છે. આજરોજ પુન: 108 એમ્બ્યુલન્સ સેવાએ એક પ્રસુતાને નવજીવન બક્ષ્યું છે. જેનો એક કિસ્સો સામે અાવ્યો છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પીગલવાલા ગામમાં રહેતા સુધા બેન ચૌહાણને અચાનક પ્રસુતાની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સ સેવાને ફોન કર્યો હતો. જેથી 108 એમ્બ્યુલન્સ સેવા તાબડતોડ મહિલાની વ્હારે દોડી ગઇ હતી.

108 કરજણને વર્ધી મળતાની સાથે જ ફરજ પરના ઈ.એમ.ટી ભરત ચૌધરી અને પાયલોટ વિરલ પટેલ પીંગલવાલા ગામ પહોંચી મહિલાને પ્રસુતિ માટે એમ્બ્યુલન્સમાં બેસાડી નજીકના દવાખાને લઇ જવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ મહિલાને વધુ વેદના ઉપડતા 108 એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી હતી. ક્ષણનો પણ વિચાર કર્યા વગર પ્રસુતિ કરાવી બાળક અને માતાનો જીવ બચાવ્યો હતો. આગળની સારવાર માટે મહિલાને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આમ 108 એમ્બ્યુલન્સ સેવા એક મહિલા માટે વરદાનરૂપ સાબિત થવા પામી હતી.

Next Story