Connect Gujarat
Featured

ખેડા : શેરી ગામ નજીક કાર પલટી મારી જતાં એક જ પરિવારના 3 સભ્યોનું મોત, સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી

ખેડા : શેરી ગામ નજીક કાર પલટી મારી જતાં એક જ પરિવારના 3 સભ્યોનું મોત, સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી
X

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના શેરી ગામ નજીક અકસ્માત સર્જાતા એક જ પરિવારના 3 સભ્યોનું કરૂણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લાના મહુધા તાલુકાના શેરી ગામ નજીકથી કાર લઈને પસાર થતાં પરિવારના સભ્યોને અકસ્માત નડ્યો હતો. જેમાં કારનું ટાયર અચાનક જ ફાટતા કાર પલટી મારી જઈ રોડની સાઇડમાં ધસી ગઈ હતી.

મહુધા તાલુકાના શેરી ગામે રહેતા ચૌહાણ પરિવારના સભ્યો કોઈ કામ અર્થે કાર નં. GJ 07 DB 9793 લઈને બહાર ગયા હતા, ત્યારે ઘરે પરત ફરતી વેળા શેરી ગામ નજીક અચાનક જ તેમની કારનું ટાયર ફાટી ગયું હતું. જોકે કારના સ્ટિયરિંગ ઉપર ચાલકનો કાબૂ ન રહેતા કાર પલટી મારી ગઈ હતી. અકસ્માતના બનાવમાં 18 વર્ષીય પાયલ ચૌહાણ, 28 વર્ષીય જયશ્રી ચૌહાણ અને 30 વર્ષીય સુરજ ચૌહાણનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. એક જ પરિવારના 3 સભ્યોના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

Next Story