Connect Gujarat
Featured

ખેડા: કોંગ્રેસ દ્વારા યોજાયું સંમેલન, રાષ્ટ્રીય કોંગ્રેસના મંત્રી બિશ્વ રંજન મોહંતીએ કોંગ્રેસની હાર અંગે આ કહી મોટી વાત, જુઓ

ખેડા: કોંગ્રેસ દ્વારા યોજાયું સંમેલન, રાષ્ટ્રીય કોંગ્રેસના મંત્રી બિશ્વ રંજન મોહંતીએ કોંગ્રેસની હાર અંગે આ કહી મોટી વાત, જુઓ
X

દેશમાં યોજાતી જુદી જુદી ચુંટણીઓમાં કોંગ્રેસ દ્વારા જીત માટે પ્લાનિંગ તો કરવામાં પણ ક્યાંક કચાશ રહી જતી હોવાથી કોંગ્રેસની હાર થાય છે અને આ વાતનો સ્વીકાર કર્યો છે રાષ્ટ્રીય કોંગ્રેસના મંત્રી અને ગુજરાતના સહ પ્રભારી બિશ્વ રંજન મોહંતીએ.

આગામી સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીઓ યોજાનાર છે. આગામી સમયમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા સત્તા કબજે કરવા કવાયત શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. ખેડા જીલ્લાના નડિયાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહ પ્રભારી અને રાષ્ટ્રીય કોંગ્રેસના મંત્રી બિશ્વ રંજન મોહંતીની ઉપસ્થિતી સંમેલન યોજાયું હતું. જેમાં આગામી દિવસોમાં કઈ રીતે કોંગ્રેસ સત્તા સ્થાને બિરાજમાન થાય તેની ચર્ચા કરવામાં આવી હતી. જોકે ચુંટણીઓ વખતે જ પ્રજાની વચ્ચે પહોચી જતા કોંગ્રેસના નેતાઓ ચુંટણીઓ સમયે પ્લાનીગ તો કરે છે પણ તેમાં પણ કચાસ રહેતી હોવાનો ખુદ બિશ્વ રંજન મોહંતી દ્વારા સ્વિકાર કરવામાં આવ્યો હતો.

Next Story