Connect Gujarat
ગુજરાત

કચ્છ : લોકડાઉનની સ્થિતિ વચ્ચે વતનની વાટ પકડતા 280 શ્રમિકોને પોલીસે અટકાવ્યા

કચ્છ : લોકડાઉનની સ્થિતિ વચ્ચે વતનની વાટ પકડતા 280 શ્રમિકોને પોલીસે અટકાવ્યા
X

લોકડાઉનની સ્થિતિ

વચ્ચે કચ્છ જિલ્લામાં અનેક વાડીઓમાં સેંકડો પરપ્રાંતીય કર્મચારીઓ

કામ કરે છે. જેઓ પગપાળા પોતાના વતન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તરફ જવા માટે નીકળ્યા હતા. જોકે પોલીસ દ્વારા 280 શ્રમિકોને અટકાવી પરત જે તે ગામમાં

મોકલવામાં આવ્યા હતા.

લોકડાઉનની સ્થિતિમાં

ગરીબ અને મજૂર વર્ગની હાલત કફોડી બની છે, ત્યારે પરપ્રાંતીય

શ્રમિકોએ ક્ચ્છ મૂકી વતનની વાટ પકડી હતી. વાહન ન મળતા શ્રમિકો પોતાના વતન

મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જવા માટે પગપાળા નીકળ્યા હતા. એક તરફ એવી અફવા ફેલાઈ

હતી કે, તમે કચ્છમાં રહેશો તો બીમારીથી મરી જશો. જેથી ગઢશીશાની

વાડીમાં કામ કરતા 50થી વધુ શ્રમિકો મધ્યપ્રદેશ જવા

નીકળ્યા હતા. જોકે તેઓ ચાલતા ચાલતા ભુજમાં પહોંચ્યા હતા, ત્યારે પોલીસ તંત્ર દ્વારા શ્રમિકોને સમજાવી પરત ગઢશીશા મોકલ્યા હતા. તો

મહારાષ્ટ્રના નાસિક જીલ્લાના 14 જેટલા લેબર ચાલતા

ચાલતા નલિયાના કનકપર ગામેથી મહારાષ્ટ્ર જવા નીકળ્યા હતા તેઓને પણ ભુજ ખાતે

રોકી ડીવાયએસપી જે.એમ.પંચાલે માર્ગદર્શન અને જમવાનું આપી સરકારી વાહનમાં તેમની ઈચ્છા અનુસાર

પદધર પોલીસ સ્ટેશનના સૈયદપર ગામે વાડીમાં મોકલી આપ્યા હતા.

Next Story