Connect Gujarat
Featured

કચ્છ : ભુજના દેશલપર વાંઢાય ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી, જુઓ કારણ

કચ્છ : ભુજના દેશલપર વાંઢાય ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી, જુઓ કારણ
X

ભુજ તાલુકાના દેશલપર વાંઢાય ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પીવાના પાણીની સમસ્યાને લઈ ગ્રામજનો દ્વારા વિરોધ નોધાવવામાં આવ્યો છે.

કચ્છના ભુજ તાલુકાના દેશલપર વાંઢાય ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે પાંચ હજારની વસ્તી ધરાવતા ગામના લોકોએ મતદાન નહિ કરવાની ચીમકી આપી છે આ મુદ્દે આજે ભુજમાં અધિક કલેકટરને આવેદનપત્ર પણ પાઠવાયું હતું ચૂંટણી બહિષ્કાર પાછળની હકીકત એવી છે કે,દેશલપર ગામમાં આવેલી જમીન તંત્રએ ટ્રસ્ટને ફાળવી દીધી છે. પાંચ હજારની વસ્તી ધરાવતા ગામમાં આ એકમાત્ર બોરની જમીન છે જ્યાંથી ગ્રામજનોને પાણી મળે છે પાણી માટેની રિઝર્વ જમીન ગ્રામ પંચાયત અને લોકોને વિશ્વાસમાં રાખ્યા વિના તંત્રએ ટ્રસ્ટને સોંપી દીધી અને બાંધકામ પણ શરૂ કરી દેવાયું છે હાલમાં જમીન અન્ય કોઈને સોંપી દેવાતા ગ્રામજનો પાણીથી તરસ્યા છે જેથી આ ચીમકિ અપાઇ છે જો ઉકેલ નહિ આવે તો હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે.

Next Story