કોરોના સંકટમાં કુવૈતે 282 ઓક્સિજન સિલિન્ડર અને 60 કન્સન્ટ્રેટર ભારત મોકલ્યા, આજે પહોચ્યું વિમાન

New Update
કોરોના સંકટમાં કુવૈતે 282 ઓક્સિજન સિલિન્ડર અને 60 કન્સન્ટ્રેટર ભારત મોકલ્યા, આજે પહોચ્યું વિમાન

દેશમાં કોરોના બેકાબૂ બન્યો છે. દરરોજ હજારો કેસ નોંધાય છે, જ્યારે સેંકડો દર્દીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે દેશમાં આરોગ્ય વ્યવસ્થા પણ ખોરવાતું જણાઈ રહ્યું છે.

હોસ્પિટલોમાં બેડ નથી તો ઓક્સિજનની અછત દર્દીઓ માટે જીવલેણ બની ગઈ છે. આવી સ્થિતિમાં સરકારો તેમના સ્તરે કામ કરી રહી છે, ત્યારે ભારતને ઘણા દેશોની તમામ પ્રકારની સહાય પણ મળી રહી છે. તમને આ જાણીને આશ્ચર્ય થશે, પરંતુ આશરે 40 દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા છે.

કુવૈત ભારતની મદદ માટે આગળ આવ્યું છે. તમને જણાવી દઈએ કે, આજે સવારે કુવેતથી 282 ઓક્સિજન સિલિન્ડર અને 60 ઓક્સિજન કોન્સેન્ટર્સ, વેન્ટિલેટર અને દવાઓ ભારત આવી છે. ચોકકસ થી આ ભારતના ઘણા કોરોના દર્દીઓના જીવ બચાવવામાં મદદગાર સાબિત થશે.

તાજેતરમાં દેશના ઘણા રાજ્યોમાંથી એવા અહેવાલો આવ્યા હતા કે ઓક્સિજનના અભાવે દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. કોઈ હોસ્પિટલમાંથી 4 ના મોત થયાના સમાચાર મળ્યા છે, તો પછી એક હોસ્પિટલમાંથી 15. જ્યારે કર્ણાટકના ચમારજનગરમાં ઓક્સિજનની અછતને કારણે 24 દર્દીઓનાં મોતનાં સમાચાર મળ્યાં છે. જે બાદ રાજ્યના મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ કટોકટીની બેઠક બોલાવી હતી અને આ મામલે ચર્ચા કરી હતી અને તપાસના આદેશ આપ્યા હતા.

દેશની કોરોનાથી બનેલી આ સ્થિતિને જોઈને ઘણા દેશોએ મદદનો હાથ આગળ ધપાવ્યો છે. અમેરિકા, ફ્રાંસ, કુવૈત, બ્રિટન, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ, ભૂટાન, ઓસ્ટ્રેલિયા અને બીજા ઘણા દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા છે. કોઈ દેશમાંથી રસીનો માલ લેવામાં આવી રહ્યો છે, તો કોઈક દેશમાંથી ઓક્સિજનના ટેન્કર મળી રહ્યા છે. જ્યારે ઘણા દેશોએ રેમેડવીઝર માલ ભારત પણ મોકલ્યો છે.

દેશમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 99 લાખ 25 હજારને વટાવી ગયા છે. જ્યારે આ મહામારીની લપેટમાં 2 લાખ 18 હજાર 959 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.

Latest Stories