વજન ઘટાડવા માટે છાશ અને લસ્સીમાંથી શુ છે વધુ અસરકારક, જાણો

આ ભાગ દોડ વાડી જિંદગીમાં આખો દિવસ ઓફિસમાં કામ કર્યા બાદ મન અને શરીરનો થાક ખૂબ વધી જાય છે. શરીરનો થાક ઘટાડવા અને આપણી જાતને તંદુરસ્ત રાખવા માટે આપણે ઘણી વખત એક ગ્લાસ છાશ અથવા લસ્સીનું સેવન કરીએ છીએ. લોકો આ બંને પોષક તત્વોથી ભરપૂર પીણાં ખૂબ ઉત્સાહથી પીવે છે. છાશ અને લસ્સી બંને પ્રોબાયોટીક્સથી સમૃદ્ધ છે જે પાચનને સારી સ્થિતિમાં રાખે છે, સાથે સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે.આ પીણાં અંગે લોકોમાં ઘણી વાર મૂંઝવણ હોય છે કે બેમાંથી કયું પીણું વજન ઘટાડવામાં અસરકારક અસરકારક રહેશે તો આવો જાણીએ.
1. છાશના સ્વાસ્થ્ય લાભો:-
છાશ એ એક આવું પીણું છે કે જે બધા જ લોકો પીવાનું પસંદ કરતાં હોય છે. છાશ માત્ર પાચન બરાબર રાખે છે. અને શરીરને ગરમીથી રાહત આપે છે. આયુર્વેદ અનુસાર, છાશ એ સાત્વિક ખોરાક છે જે એસિડિટીને નિયંત્રિત કરવામાં ખૂબ અસરકારક છે. જો તમે ખોરાકમાં વધુ મસાલાનું સેવન કરો છો, તો પછી ખોરાક સાથે છાશ પીવો, તમારું પાચન બરાબર રહેશે. તેનું સેવન કરવાથી શરીરને કેલ્શિયમ મળે છે, કોલેસ્ટ્રોલ ઘટાડે છે. એટલું જ નહીં, છાશ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને કેન્સર જેવા રોગોથી બચાવે છે. ઓછી કેલરી છાશ તમારા વજનને નિયંત્રિત કરવા માટે ખૂબ અસરકારક છે.
2. લસ્સીના સ્વાસ્થ્ય લાભો:-
લસ્સી દહીં આધારિત પ્રવાહી છે જે પોષક તત્વોથી ભરપૂર છે. તે દહીંમાં થોડું મીઠું અથવા ખાંડ ઉમેરીને બનાવવામાં આવે છે. સ્વાદ વધારવા માટે લસ્સીમાં કેટલાક ફળો, જડીબુટ્ટીઓ અથવા કેટલાક મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેને પીવાથી ભૂખ શાંત થાય છે, સાથે સાથે પાચન પણ સારું રહે છે. લસ્સી પેટની સમસ્યાઓ માટે શ્રેષ્ઠ ઉપાય છે. તેના સેવનને કારણે આંતરડામાં કોઈ ચેપ લાગતો નથી, રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે, અને સાથે હાડકાં પણ મજબૂત રહે છે.
3. વજન ઘટાડવા માટે છાશ અને લસ્સીમાં કયું પ્રવાહી સારું છે
વજન ઘટાડવા માટે છાશ વધુ સારો વિકલ્પ કહેવાય છે. તે સ્વાસ્થ્ય માટે હલકો અને ખૂબ જ ફાયદાકારક પ્રવાહી છે.તે વિટામિન્સ અને પ્રોબાયોટિક્સથી સમૃદ્ધ છે કે તમે દિવસમાં અનેક ગ્લાસ પી શકો છો. છાશમાં કેલરી ખૂબ ઓછી હોય છે, જે તમારું વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ થાય છે.