Connect Gujarat
લાઇફસ્ટાઇલ

શું તમારે ખરીદવી છે ચંદ્ર પર જમીન? તો જાણો.. અહી ચંદ્ર પર જમીન ખરીદી અંગેની તમામ વિગતો.....

ચન્દ્રયાન 3 સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર પહોચી ગયું છે. હવે સવાલ એ થાય કે હાલમાં લોકો ચંદ્ર પર જમીન ખરીદે છે,

શું તમારે ખરીદવી છે ચંદ્ર પર જમીન? તો જાણો.. અહી ચંદ્ર પર જમીન ખરીદી અંગેની તમામ વિગતો.....
X

ચન્દ્રયાન 3 સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર પહોચી ગયું છે. હવે સવાલ એ થાય કે હાલમાં લોકો ચંદ્ર પર જમીન ખરીદે છે, તો શું હશે તેની પ્રોસેસ અને તે કેટલા રૂપિયામાં મળતી હશે? આવો જાણીએ ચંદ્રની ધરતી પર કોનો કેટલો અધિકાર છે. લોકો માને છે કે તેઓ ખૂબ જ ઓછી કિંમતે ચંદ્ર પર જમીન ખરીદી શકે છે. પરંતુ શું તે ખરેખર શક્ય છે? શું ચંદ્ર પર જમીન ખરીદી શકાય છે? ફેક્ટ ચેકિંગ વેબસાઈટ અને ડિફેન્સ એન્ડ એરોસ્પેસ એક્સપર્ટના મામલામાં અભિપ્રાય સાવ અલગ છે. આવી સ્થિતિમાં આજે અમે તમને મૂન લેન્ડ સંબંધિત તમામ સવાલોના જવાબ આપીએ છીએ.

· શું તમે ખરેખર ચંદ્ર પર જમીન ખરીદી શકો છો?

સંરક્ષણ અને એરોસ્પેસ નિષ્ણાત ગિરીશ લિંગાન્ના આ વિશે સંપૂર્ણપણે અલગ અભિપ્રાય ધરાવે છે. તેઓ કહે છે કે, ચંદ્ર સહિત બાહ્ય અવકાશ પર કોઈની માલિકી નથી. 1967માં અમલમાં આવેલી સંધિમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે દરેકનો સામાન્ય વારસો છે. કોઈની ખાનગી મિલકત નથી. ચંદ્ર પર જમીન ખરીદવી શક્ય નથી. જ્યારે ત્યાં કોઈ માલિક નથીત્યારે જમીન કેવી રીતે વેચી શકાય? આ મુજબ ચંદ્ર પર જમીન ખરીદી શકાતી નથી. 10 ઓક્ટોબર 1967 ના રોજ અમલમાં આવેલી આઉટર સ્પેસ ટ્રીટી અનુસાર, ચંદ્ર કોઈની ખાનગી મિલકત નથી. આ માત્ર એક પ્રતીકાત્મક ચિહ્ન છે. તેને કોઈ કાનૂની માન્યતા નથી.

· કોણે ચંદ્ર પર જમીન ખરીદી ?

સુશાંત સિંહ રાજપૂતથી લઈને શાહરૂખ ખાન અને ઘણા સામાન્ય માણસોએ ચંદ્ર પર જમીન ખરીદવાના દાવા કર્યા છે. સુશાંત સિંહ રાજપૂતે ચંદ્રનો જે વિસ્તાર ખરીદ્યો છે તેને મેર મસ્કોવિયેન્સ અથવા સી ઓફ મસ્કોવી કહેવામાં આવે છે. એ જ રીતે, ચંદ્રની સપાટી પર એક ખાડો પણ શાહરૂખના નામ પર રાખવામાં આવ્યો હતો અને હાલમાં જ ખૂબ ચર્ચામાં છે તેમ એક મામાએ તેની બે ભાણકી માટે ચંદ્ર પર જમીન ખરીદી હતી અને આ સિવાય રાજકોટમાં એક પતિએ તેની પત્નીને તેના જન્મદિવસ પર ગિફ્ટમાં ચાંદ પર જમીન ખરીદીને આપી હતી.

· એક એકરની કિંમત

દાવા મુજબ, ચંદ્ર પર એક એકર જમીનની કિંમત અંદાજે US$ 42.5 છે, જે અંદાજે 3430 રૂપિયા છે. મતલબ કે જો તમે 2 બેડરૂમના એપાર્ટમેન્ટ જેટલી મોટી જમીન ખરીદો તો તેની કિંમત 35 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

Next Story