/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-465.jpg)
વાઘોડિયા MGVCLના સીનીયર એન્જીનીયર પર વાઘોડિયા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો સાથે અસભ્ય વર્તણૂકના આક્ષેપો લાગ્યા.
વાઘોડિયા ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન તેમજ ગ્રામ પંચાયતના સભ્યો એમ.જી.વી.સી. એલ. ની કચેરીએ પાણીના બોરના જોડાણ તેમજ વીજ પુરવઠો નિયમિત મળતો રહે એ માટે વાઘોડિયાના એમ જી વી સી એલ કચેરીએ ગયા હતા પરંતુ ડેપ્યુટી અેનજીનિયર નિલાબેન.આર.પટેલ ન મળતા તેઅોની સાથે ટેલીફોનિક વાત કરતા નિલાબેન દ્વારા સિનિયર એન્જીનિયર રાહુલ સાહેબની મુલાકાત લઇ રજુઆત માટે કહેતા સરપંચ તેમજ સદસ્યો કચેરીમાં ગયા હતા.
કચેરીમાં જઇ રાહુલ સાહેબને સદસ્યોએ કહ્યું કે સાહેબ તમે પાંચ મિનિટ ફોન પર વાત બંઘ કરો સરપંચને તમારી સાથે ચર્ચા કરવી છે. આટલું કહેતા જ સીનીયર એન્જીનિયરનો પિટ્ટો ગયો અને અચાનક ગુસ્સે થઇ મારો પ્રાઇવેટ ફોન ચાલે છે તેમ કહી સરપંચ તેમજ સદસ્યો સાથે એન્જિનિયરે ગેરવર્તણુક કરી હોવાના આક્ષેપો થયા છે. સરપંચ, સદસ્યો તેમજ ગ્રામજનોનું કહેવું છે કે જે સિનિયર એન્જિનિયર ગામના સરપંચનું નથી સાભળતા તો ગ્રામજનોનું શું સાંભળે એવી પણ લોકમુખે ચર્ચાઓએ જોર પકડયું છે.