Connect Gujarat
ગુજરાત

દીવ્યાંગો માટે ખાસ મોબાઈલ અદાલતનું વડોદરા ખાતે આયોજન

દીવ્યાંગો માટે ખાસ મોબાઈલ અદાલતનું વડોદરા ખાતે આયોજન
X

આઈ.એ.એસ ડી એન પાંડે ધ્વારા પાદરા નગરપાલિકાને દીવ્યાંગો માટે ૪ ટકા અનામત સાથેની ભરતી બહાર પાડવાનો આદેશ કરાયો.

વડોદરા ખાતે દીવ્યાંગો માટે ખાસ મોબાઈલ અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ સુનાવણી નો હેતુ વિકલાંગ વ્યક્તિઓ, વિકલાંગ વ્યક્તિઓ માટે કામ કરતી વ્યક્તિઓ અને વિકલાંગો તરફથી વકીલો ધ્વારા રજુ કરવામાં આવેલી ફરિયાદોને સાંભળવાનો હતો.

વિખ્યાત આઈ.એ.એસ વિકલાંગતા ધરાવતા લોકો માટે ના કમિશ્નર ડી.એન.પાંડે ધ્વારા સર્કીટ હાઉસ ખાતે ખાસ દીવ્યાંગો માટે મોબાઈલ અદાલત યોજવામાં આવી હતી જેમાં વિકલાંગો ધ્વારા કરવામાં આવેલી ફરિયાદો સંભાળવા માં આવી હતી જે મોટે ભાગે વડોદરા મહાનગર સેવાસદન, ટાઉન પ્લાનિંગ વિભાગ, વુડા ટાઉન પ્લાનિંગ, રોડ અને બિલ્ડીંગ ડીપાર્ટમેન્ટ, અને સ્માર્ટ સીટી વડોદરા સહિતના સ્થાનિક સત્તાવાળાઓ સામે હતી.

વિકલાંગો તરફથી રજુઆતો નો મુખ્ય વિષય એ હતો કે મોટા ભાગના દીવ્યાંગો માટે દુકાનો, કચેરીઓ, રેલ્વે અને બસ સ્ટેશન, સરકારી ઈમારતો, અદાલતો, સ્વીમીંગ પુલ્સ, સભાગૃહ અને સિનેમાઘરો વિગેરે અપ્રાપ્ય છે. તે દીવ્યંગો માટે સુગમ્ય ન હોય ઉપયોગી નથી. ૨૦૧૬ માં અદ્યતન કાયદા પસાર થયા છે. જેમાં દીવ્યાંગો માટે સુગમ અને સુલભ રૂપી બાંધકામ કરે જેથી તેઓ પણ સામાન્ય વ્યક્તિ ની જેમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરી શકે. આવા અનેક વિષયોની ફરિયાદ આજ રોજ દીવ્યાંગો માટે ખાસ યોજાયેલી મોબાઈલ કોર્ટ માં સાંભળવામાં આવી હતી અને મોટેભાગે રજુઆતો સાંભળી જેતે વિભાગને સ્થળ પર જ યોગ્ય આદેશ આપવામાં આવ્યા હતા.

જેમકે પાદરાના એક દિવ્યાંગ ધ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે પાદરા નગરપાલિકા ધ્વારા ૪૫ સફાઈ કામદારોની ભરતી કરવામાં આવી છે જેમાં દીવ્યાંગો માટે સરકારી નોકરી માં ૪ ટકા અનામત નો કાયદો હોવા છતાં સફાઈ કામદારોની ભરતીમાં આ અનામત આપવામાં આવી નથી. જેને લઈને આઈ.એ.એસ ડી એન પાંડે ધ્વારા પાદરા નગરપાલિકાને દીવ્યાંગો માટે ૪ % અનામત સાથેની ભરતી બહાર પાડવાનો આદેશ કરાયો હતો.

Next Story