Connect Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લા વિકાસ અધિકારીને પેટ્રોલ પંપ સંચાલકે આપી લિગલ નોટીસ, શું છે હકીકત?

નર્મદા જિલ્લા વિકાસ અધિકારીને પેટ્રોલ પંપ સંચાલકે આપી લિગલ નોટીસ, શું છે હકીકત?
X

જિલ્લા વિકાસ અધિકારીને ફાળવેલી સરકારી ગાડીમાં ભરાતા ડિઝલનાં નાણા નહીં ચૂકવાતા મળી નોટીસ

નર્મદા જીલ્લામાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જીલ્લા વિકાસ અધિકારીની સરકારી ગાડીમાં પુરાવેલા ડીઝલનાં નાણાં ન ચુકવાતા ૨ પેટ્રોલ પંપ સંચાલકોએ જીલ્લા વિકાસ અધીકારીને લીગલ નોટીસ ફટકારી. નાણા ન ચુકવાય તો સિવિલ કોર્ટમાં દાવો કરાશે તેવું નોટીસમાં જણાવ્યું છે.

ગુજરાત સરકાર દ્રારા ગતીશીલ ગુજરાત અને સંવેદનશીલ સરકારનાં અનેક દાવાઓ કરવામાં આવ્યા છે. પણ હજુ સરકારી ખાતાઓમાં અનિયમીતતાનું વાતાવરણ જોવા મળે છે. તેનું ઉત્તમ ઉદાહરણ નર્મદા જીલ્લા પંચાયતમાં જોવા મળ્યુ છે.

વાત જાણે એમ છે કે, તત્કાલિન જીલ્લા વિકાસ અધિકારી રણજીતકુમારસિંગનાં સમયગાળામાં તેઓની રુબરૂ સુચનાં મુજબ અને જીલ્લા પંચાયતની સુચનાં મુજબ રાજપીપલાનાં શ્રીજી પેટ્રોલપંપ અને આનંદી (જી- વ‌ડોદરા) પરથી તેમને સરકાર તરફથી ફાળવવામાં આવેલી ગાડી નં- 22, G-0222માં વર્ષ 2017-18 દરમ્યાન કુલ્લે- 92,000 રૂપિયાનું ડીઝલ પુરાવવામાં આવ્યું હતુ. જેનાં નાણા આજ દીન સુધી ચુકવાયેલ ન હોય આખરે બંને પેટ્રોલ પંપનાં માલીકોએ પોતાનાં વકીલ મારફતે જીલ્લા વિકાસ અધીકારીને નોટીસ ફટકારીને ૧૫ દીવસમાં નાણા ચુકવી આપવા માટે જણાવ્યુ છે. નહીંતર સીવીલ કોર્ટમાં નાણા રીકવરી માટે દાવો કરાશે તેવી ચીમકી આપવામાં આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

આ તરફ હાલનાં જીલ્લા વિકાસ અધિકારી જીન્સી વિલિયમ્સ વકીલની નોટીસ મળ્યાનો સ્વિકાર કરે છે. પરંતુ આ ડીઝલ પોતાનાં સમયગાળામાં નહીં પુરાવ્યાની વાત દોહરાવીને હાલ તો કોઇ બીલ પેંડીંગ નહી હોવાનું જણાવ્યુ હતું. જો કોઇ બીલ પેંડીંગ હશે તો તેની તપાસ કરાશે તેમ હાલ તો જણાવ્યુ છે. મુળ પ્રશ્ન એ છે કે, હાલનાં જીલ્લા વિકાસ અધિકારીનાં પુરોગામીનાં સમયમાં થયેલ ખર્ચ અંગે શું હાલનાં જીલ્લા વિકાસ અધિકારી જવાબદાર ન ગણાય?

એક IAS અધિકારીની સુચનાં અને જીલ્લા પંચાયતનાં સહી સિક્કા સાથેની પાવતીનાં આધારે જ તમામ ગાડીઓમાં ડીઝલ પુરવામાં આવતુ હોય છે. ત્યારે માલીકો પણ પોતે છેતરાયાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. તેઓ જણાવી રહ્યા છે કે એક IAS અને સરકાર જ જો પ્રજા સાથે આવું કરશે. તો ભરોષો કોનો કરવો? કારણ કે ડીઝલ તો સરકારી ગાડીમાં જ પુરવામાં આવ્યુ છે. તેમાં પણ ગાડીનાં ડ્રાઇવરની સહીઓ મેળવીને તેમ છતા પણ બીલ નહી ચુકવાતા હાલ તો પેટ્રોલપંપનાં માલિકો કાનુની જંગ લડવાનાં મૂડમાં આવી ગયા છે.

Next Story