Connect Gujarat
Featured

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના આરોગ્ય વનમાં મેક્સિકોના “નોલીના” વૃક્ષે જમાવ્યું આકર્ષણ, જાણો ખાસિયત

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના આરોગ્ય વનમાં મેક્સિકોના “નોલીના” વૃક્ષે જમાવ્યું આકર્ષણ, જાણો ખાસિયત
X

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રવાસન સ્થળોનો વિકાસ થઇ રહ્યો છે ત્યારે આરોગ્ય વનમાં નોલીના નામનું એક મેક્સિકો નું વૃક્ષ છે એ લાવવામાં આવ્યું છે જેનું પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૭ જેટલા પ્રકલ્પોનું કેવડિયામાં ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં આરોગ્ય વન પણ હતું. આરોગ્ય વનની અંદર નોલીના નામનું એક વૃક્ષ છે. આ વૃક્ષની ખાસિયત છે કે તે એક ઇન્ડોર પ્લાન્ટ છે અને તે 3 મહિના સુધી પાણી વગર પણ જીવિત રહે છે. અને જેટલું બહાર લંબાઈમાં હોઈ એટલુંજ નીચે મૂળમાં હોઈ છે. એનો આકાર હાથીના પગ જેવો છે. અને આ હાથીના પગ જેવા આકારનું વૃક્ષ પ્રવાસીઓનું આકર્ષણ બન્યું છે. પ્રવાસીઓ વૃક્ષ સાથે સેલ્ફી પણ લે છે. આ નોલીના નામના વૃક્ષનું આયુષ્ય ૨૬ વર્ષ જૂનું છે. છતાં પણ હજુ ખૂબ નાનું દેખાય છે અને સો વર્ષ કરતાં પણ વધારે વર્ષ સુધી જીવંત રહે છે. વધુ એક ખાસિયત એ છે કે ઉંચાઈ તેની વધતી નથી અને મિડીયમ સાઈઝનું આ વૃક્ષ છે. આ વૃક્ષના પાંદડા નો ઉપયોગ બુકે બનાવવામાં થાય છે તેમજ આ પાંદડાને જો ઘરમાં સુશોભન માટે રાખવામાં આવે કલર કરીને તો ૨૫ વર્ષ સુધી પણ સુકાતાં નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે લોકાર્પણ કરવા માટે અહીં આવ્યા હતા ત્યારે તેઓ પણ આ વૃક્ષ વિશે ની માહિતી લીધી હતી અને તેઓ પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા.

Next Story