Connect Gujarat
ગુજરાત

નર્મદા ડેમની સપાટી 135.02 મીટર : ડેમમાં 85 ટકા પાણીનો સંગ્રહ

નર્મદા ડેમની સપાટી 135.02 મીટર : ડેમમાં 85 ટકા પાણીનો સંગ્રહ
X

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી 135.02 મીટર સુધી પહોંચી જતાં ડેમ અત્યારે 85 ટકા જેટલો ભરાઇ ગયો છે. ગત વર્ષની સરખામણીએ ડેમની સ્થિતિ એકદમ સારી હોવાથી સરકારની ચિંતા દુર થઇ ગઇ છે. નર્મદા ડેમના પાણીથી સાબરમતી સહિત રાજયની અન્ય નદીઓ ભરવામાં આવી રહી હોવાનું નર્મદા નિગમના એમડી રાજીવ ગુપ્તાએ જણાવ્યું છે.

કેવડીયા કોલોની ખાતે આવેલો નર્મદા ડેમ હાલ 85 ટકા ભરાઇ જતાં રાજયમાં હવે સિંચાઇ તથા પીવાના પાણીની ખોટ સાલશે નહિ. ઉપરવાસમાંથી આવી રહેલા પાણીના કારણે નર્મદા ડેમ 135.02 મીટરની સપાટી સુધી પહોંચી ગયો છે. ડેમમાં ભરપુર પાણી હોવાથી સરકારની ચિંતા દુર થઇ ગઇ છે. સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી 2 લાખ 18 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમના 10 દરવાજામાંથી 1.5 મીટર ખોલી દરવાજામાંથી 1 લાખ 88 હજાર ક્યુસેક પાણી ડેમ માંથી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે. નર્મદા નો ગોરા બ્રીજ પુનઃ ડૂબી ગયો છે. નર્મદા ડેમમાં હાલ 4870 mcm લાઈવ સ્ટોરેજ પાણી નો જથ્થો સંગ્રહિત થઈ ગયો છે. ડેમ ખાતે દરવાજા લાગ્યા બાદ સૌથી વધુ જળ સંગ્રહ આ વર્ષે થયો છે. આગામી દિવસોમાં ગુજરાત રાજ્યની 18 લાખ હેક્ટર જમીનો ને સિંચાઇ મળશે. હાલ નર્મદા બંધ 85 ટકા ભરાતા નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તા એ પણ ખુશી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચના મુજબ કેનાલ માં 20 હજાર ક્યૂસેક પાણી છોડી રાજ્યના તમામ તળાવો મહત્વના જે ડેમો નર્મદા સાથે લિંક છે તે અને સાબરમતી સહિત 4 જેટલી નદીઓ પણ ભરવામાં આવી રહી છે તેમ તેમણે જણાવ્યું હતું.

Next Story