New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-170.jpg)
નવસારીના નેશનલ હાઇવે -૪૮ પર આવેલ વેસ્મા ગામ પાસે મેજીક ક્રિસ નામની બ્લોક બનાવતી ફેક્ટરીમાં અચાનક બોઇલર નો પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. બોઇલર ફાટતા એક શ્રમજીવીનું ઘટના સ્થળે મોત થયું હતું ૧૦૦ જેટલા લોકો આ ફેકટરીમાં કામ કરતા હતા જેમાં બોઇલર બ્લાસ્ટ થયો તે સ્થળે ૩૦ થી ૩૫ લોકો કામ કરતા હતા જેમાં ૬ લોકો ગંભીર થતા સુરતની હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા હતા
પ્રચંડ વિસ્ફોટમાં એક શ્રમજીવી સત્યકુમાર ચૌબે (સચિન સુરત)નું કમકમાટીભર્યું મોત જયારે ૬ જેટાલાં લોકો ગંભીર રીતે ઘવાયા હતા.૨૫ જેટલા લોકોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણકારી પોલીસ ને થતા પોલીસ અને ૧૦૮ ની ટિમ ઘટના સ્થળે પહોંચીને ઘાયલ થયેલા લોકોને મદદરૂપ થઇ હતી. ફેક્ટરીના સંચાલકોના કહ્યા મુજબ હ્યુમન એરર ને લઈને દરવાજો બંધ કરવામાં અડચણ થઇ હશે જેને લઈને અહીં બ્લાસ્ટ થયાની વાત કરી હતી.
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/24/bns-2025-07-24-22-27-21.jpg)
LIVE