આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન બલડવા,પીંગોટ અને ધોલી ડેમ એક સાથે ઓવરફ્લો

ભરૂચ જીલ્લાના બલડવા,પીંગોટ અને ધોલી ડેમની પાણીની સપાટીમાં ધરખમની સાથે ઓવરફ્લો થતાં વધારાથી ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.
નેત્રંગ તાલુકામાં મુશળધાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ ઉદભવતા આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન બલડવા,પીંગોટ અને ધોલી ડેમની પાણીની સપાટીમાં ધરખમ વધારાની એકસાથે ઓવરફ્લો થયા છે,જેમાં મુખ્યત્વે ટોકરી નદી ઉપર આવેલ બલડવા ડેમમાં પાણીની સપાટી ૧૪૦.50 મીટર,પીંગોટ ડેમની પાણીની સપાટી ૧૩૯.૭૦ મીટર,અને મધુવંતી નદી ઉપર આવેલ ધોલી ડેમની પાણીની સપાટી ૧૩૬ મીટરના ઓવરફ્લોના લેવલને પાર ત્રણેય ડેમ ઓવરફ્લો થયા હતા,જ્યારે બલડવા ડેમના ઉપરવાસમાં મોસમનો કુલ.૯૬૬ એમએમ,પીંગોટ ડેમના ઉપરવાસમાં મોસમનો કુલ.૧૧૩૨ એમએમ અને ધોલી ડેમના ઉપરવાસમાં મોસમનો કુલ ૬૫૯ એમએમ જેટલો વરસાદ નોંધાયો હતો,તેવું જાણવા મળ્યું છે,અને બલડવા,પીંગોટ અને ધોલી ડેમ ઓવરફ્લો થવાથી આજબાજુ વિસ્તારના લોકો ત્રણેય ડેમના ઓવરફ્લોના નજારાને જોવા માટે ઉમટી પડ્યા હતા,
જ્યારે બીજી બાજુએ નેત્રંગ તાલુકાની સવા લાખથી વધુ લોકોની જીવાદોરી સમાન અમરાવતી, ટોકરી, કરજણ,મધુવંતી અને કિમ નદીઓ બંને કાંઠે વહી રેતા નદી કિનારે વસવાટ કરતાં લોકોને સાવચેતીના પગલા રૂપે એલટૅ રખાયા છે,અને કેટલાક અંતરિયાળ વિસ્તારમાં વરસાદી પાણીથી નદી-નાળાનું ભારે ધોવાણ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે,જ્યારે કેટલાક ગામો સંપકવિહોણા બની ગયા છે,અને કુવા, તળાવ,ચેકડેમ અને નદી-નાળા વરસાદી પાણીથી છલકાતા જળબંબાકારની સ્થિતિ ઉદભવી છે,જ્યારે ધંધા-રોજગાર બંધ રહ્યા હતા,જ્યારે નેત્રંગ ચારરસ્તા વિસ્તારમાં એક દુકાનદારનો જજૅરીત સ્લેબ વરસાદના પાણીના કારણે તુટી પડ્યો હતો,અને જીનબજાર વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતાં અને મકાન ઉપર પડતા મકાન તુટી પડ્યું હતું,જ્યારે ચાસવડ ગામમાં પણ એક વૃદ્ધ મહિલાનું મકાન જમીન દોષ્ટ થઇ જવા પામ્યું હતું,
ભરૂચ જીલ્લાના નવ તાલુકાઓમાંથી આદિવાસી વિસ્તારમાં આવેલા એકમાત્ર નેત્રંગ તાલુકાની સીમમાંથી પાંચ નદી અને ત્રણ વિશાળ ડેમ આવેલા છે,અને છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદના પગલે બલડવા,પીંગોટ અને ધોલી ડેમની પાણીની સપાટીમાં વધારો થઇ રહ્યો છે,તેમ છતાં પીવા અને સિંચાઈના પાણી માટે ધરતીપુત્રોને ભારે વલખા માળવા પડે શકે છે,કારણ કે બલડવા ડેમના જમણા-ડાબા કાંઠાના ૨૫૦૦ હેક્ટરમાંથી માત્ર ૩૦૦ હેક્ટર,પીંગોટ ડેમના ૧૫૦૦ હેક્ટરમાંથી ૨૫૦ હેક્ટર,અને ધોલી ડેમના ૧૦૮૨ હેક્ટરમાથી માત્ર ૨૦૦ હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી અપાઇ છે,જેનું મુખ્ય કારણ ત્રણેય ડેમની જમણા-ડાબા કાંઠાની કેનાલની હાલત જજૅરીત છે,ઝાડી-ઝાખરો ઉગી નિકળ્યા છે,અને ઠેર-ઠેર તુટી ગયેલ છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT