Connect Gujarat
અન્ય 

ગુજરાતમાં કોરોનાના નવા વેરિએન્ટ XEની એન્ટ્રી, વડોદરાની વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ

X

ગુજરાતમાં કોરોનાના નવા વેરિએન્ટ XEએ દસ્તક આપે છે. આ નવા વેરિએન્ટ પહેલા કેસની પુષ્ટિ થઈ છે. આ પહેલા માયાનગરી મુંબઈમાં પણ આ વેરિયન્ટ કેસ મળી આવ્યો હતો. આ વાયરસને ખૂબ જ ચેપી માનવામાં આવે છે, આવી સ્થિતિમાં, સરકાર પણ સંપૂર્ણ સાવચેતી રાખી રહી છે.

ગુજરાતમાં કન્ફર્મ થયેલ કેસ અંગે 13 માર્ચે આ વ્યક્તિ કોવિડ પોઝિટિવ નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. પરંતુ એક અઠવાડિયા બાદ તેની હાલત ઠીક હતી. પરંતુ જ્યારે સેમ્પલ ના રિઝલ્ટ આવ્યા તો તેમાં રહેલી વ્યક્તિ XE વેરિયન્ટ થી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. આમ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.ત્યારે ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના કેસ 150 ટકા વધ્યા છે. જેમાં ગાંધીનગરમાં 15 અને જિલ્લામાં 2 નવા કેસ નોંધાયા છે. જેની સાથે રાજ્યમાં કુલ 86 એક્ટિવ કેસ થવા પામ્યા છે. જેમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે. આ સાથે અમદાવાદ શહેરમાં પણ 2 કેસ નોંધાયા છે.6 કોર્પોરેશન અને 31 જિલ્લામાં કોરોનાના શૂન્ય કેસ રહ્યા છે.અગાઉ 24 માર્ચે 26 કેસ હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 23 હજાર 991ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 942 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 12 હજાર 963 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 84 એક્ટિવ કેસ છે, 2 દર્દી વેન્ટિલેટર પર, 82 દર્દીઓની હાલત સ્થિર છે. આ સાથે રાજ્યમાં છેલ્લા 18 દિવસથી કોરોનાથી લઈ એક પણ મોત નોંધાયું નથી. બીજી બાજુ રાજ્ય નો રિકવરી રેટ 99.10 ટકા પર સ્થિર રહ્યો છે. આમ 15 દિવસ બાદ રાજ્યમાં 20થી વધુ કેસ નોંધાયા છે.

Next Story
Share it