Connect Gujarat
અન્ય 

રાહુલ ગાંધીએ કહ્યું કે જો તેઓ વડાપ્રધાન બનશે તો સૌથી પહેલા આ કામ કરશે !

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને યુવા નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે નવી દિલ્હીમાં પોતાના અધિકૃત નિવાસ સ્થાને તમિલનાડુના કન્યાકુમારી

રાહુલ ગાંધીએ કહ્યું કે જો તેઓ વડાપ્રધાન બનશે તો સૌથી પહેલા આ કામ કરશે !
X

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને યુવા નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે નવી દિલ્હીમાં પોતાના અધિકૃત નિવાસ સ્થાને તમિલનાડુના કન્યાકુમારી જિલ્લાના એક સ્કૂલના એક ગ્રૂપને દિવાળીના રાત્રિભોજન માટે આમંત્રિત કર્યા હતા. આ ગ્રુપ સાથે તેમણે વાતચીત પણ કરી હતી. વાતચીત દરમિયાન કોઈએ તેઓને પૂછ્યું હતું કે તેઓ જો વડાપ્રધાન બનશે તો તેઓ સૌથી પહેલા શું કરશે? આ સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ''હું મહિલાઓને રિઝર્વેશન આપીશ'' રાહુલ ગાંધીને બીજો સવાલ પૂછવામાં આવ્યો હતો કે જો તેઓ પોતાના બાળકને શું સૌથી મહત્વનું શિખવાડશે?આ સવાલના જવાબમાં રાહુલે કહ્યું હતું કે તેઓ પોતાના બાળકોને નમ્રતા શિખવાડશે વિનમ્રતાથી બુદ્ધિ આવે છે.રાહુલે શુક્રવારે વાતચીત દરમિયાન નવી દિલ્હીના પોતાના નિવાસસ્થાને પોતાના મહેમાનો સાથે છોલે ભટુરે ખાધા હતા. આ દરમિયાન તેમણે તે લોકો સાથે વાતચીત પણ કરી હતી. વિડીયોમાં ઉપસ્થીત લોકો પૈકી એક વ્યક્તિએ રાહુલ અને પ્રિયંકા ગાંધી વાડ્રાના ખેડૂત આંદોલનમાં સમર્થન અને પ્રયાસોના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે આ આંદોલન વાસ્તવમાં લોકો સાથે તમારી પણ એકતા દર્શાવી રહ્યું હતું.

Next Story
Share it