Connect Gujarat
ગુજરાત

પાક. જેલમાંથી મુક્ત ૨૭ માછીમારો આવી પહોંચ્યા ગુજરાત : આજે પહોંચશે માદરે વતન!

પાક. જેલમાંથી મુક્ત ૨૭ માછીમારો આવી પહોંચ્યા ગુજરાત : આજે પહોંચશે માદરે વતન!
X

તમામ સુરક્ષા એજન્સીઓનું જોઇન્ટ ઇન્ટ્રોગેશન પછી આ તમામ માછીમારોને અમૃતસર લઇ જવાયા

પાકિસ્તાન સરકાર દ્વારા પાકિસ્તાનની જેલમાંથી ૨૭ જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. જે ગત દિવસે વાઘા બોર્ડ પર પહોંચ્યા હતા. મુક્ત થયેલા માછીમારો આજે તેમના માદરે વતને પહોંચશે. ત્યારે માછીમારોના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

પાકિસ્તાન સરકાર દ્વારા ગુજરાતના ગીર-સોમનાથના ૨૪, પોરબંદરના ૧, નવસારીના ૧ અને આંધ્રપદેશના ૧ એમ કુલ મળીને ૨૭ ગુજરાતના માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. આ માછીમારો ૧૫મી ઓગસ્ટે વાઘા બોર્ડર પર પહોંચ્યા હતા. તેઓ પંજાબથી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને વતન પરત ફર્યા હતા. જે આજે વહેલી સવારે વડોદરા રેલ્વે સ્ટેશન પહોંચ્યાં હતા. જ્યાંથી તેઓ તેના વતન વેરાવળ સુધી પહોંચશે. તમામ સુરક્ષા એજન્સીઓનું જોઇન્ટ ઇન્ટ્રોગેશન પછી આ તમામ માછીમારોને અમૃતસર લઇ જવાયા હતા.

Next Story