પંચમહાલ : માજી સૈનિકોએ તિરંગા સાથે યોજી રેલી, પડતર પ્રશ્ને મામલતદરને પાઠવ્યું આવેદન

New Update
પંચમહાલ : માજી સૈનિકોએ તિરંગા સાથે યોજી રેલી, પડતર પ્રશ્ને મામલતદરને પાઠવ્યું આવેદન

પંચમહાલ

જિલ્લાના મોરવા હડફ ખાતે માજી સૈનિક સંગઠનની એક મિટિંગ મળી હતી. જેમાં

જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં માજી સૈનિકો હાજર રહી પોતાની ૧૪ માંગણીઓને લઈને

જરૂરી ચર્ચા વિચારણા કરી હતી. ગુજરાત માજી સંગઠનના પ્રમુખની આગેવાની હેઠળ એક

રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં માજી સૈનિકો દ્વારા તિરંગાને હાથમાં

લઈ સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદન પત્ર પાઠવ્યું હતું.

દેશની

રક્ષા કરતા સૈનિકો પોતાની માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે, ત્યારે મોરવા હડફ ખાતે ગુજરાત

માજી સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતની આગેવાની હેઠળ એક મિટિંગનું આયોજન

કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં અનેક જગ્યાએથી મોટી સંખ્યામાં માજી સૈનિકો તેમજ

શહીદ થયેલા સૈનિકોની પત્ની અને પરિવારજનો હાજર રહ્યા હતા. બેઠક દરમ્યાન પોતાની

પડતર પ્રશ્નો જેવા કે સરકારી સેવામાં 5 વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવામાં આવે છે. ગુજરાત

સરકારમાં વર્ગ 1થી 4ની નિમણૂંક વખતે માજી સૈનિકોને નિયમ અનુસાર અનામતનો લાભ

આપવામાં આવે, માજી સૈનિકોના પુત્ર તથા પરિવારને નોકરી આપવામાં આવે, જીવન નિર્વાહ માટે સરકારી જમીન ખેતી તેમજ પ્લોટમાં આપવામાં આવે તેવી માંગણીઓ સાથે મામલતદારને આવેદન

પત્ર પાઠવી રજૂઆત કરવામાં

આવી હતી.