PM મોદી દ્વારા લોન્ચ કરવામાં આવી  ભીમ એપ 

New Update
PM મોદી દ્વારા લોન્ચ કરવામાં આવી  ભીમ એપ 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારના રોજ ડિજિટલ વ્યવહારોને સરળ બનાવવા અને તેના પ્રોત્સાહન માટે ડીજી ધન મેલા ખાતેથી આધાર બેસ મોબાઈલ પેમેન્ટ એપ લોન્ચ કરી હતી.

આ નવી એપ નું નામ ડો.બાબા સાહેબ આંબેડકરના નામ પરથી "ભીમ એપ" (ભારત ઇન્ટરફેસ ફોર મની) નામ રાખવામાં આવ્યુ હતુ જે UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) અને USSD (અનસ્ટ્રકચર સપ્લીમેન્ટરી સર્વિસ ડેટા) નું અપગ્રેડ વર્ઝન છે.

આ પ્રસંગે મોદીએ જણાવ્યુ હતુ કે આ ભીમ એપનો ઉપયોગ ખુબ જ સરળ છે તેમજ માત્ર અંગુઠાની છાપ જ કામ કરવા માટે પૂરતી છે.

આ ઉપરાંત આ એપ્લિકેશન માટે ઈન્ટરનેટની જરૂર નથી સ્માર્ટફોન કે રૂ 1000 કે 1200 ના ફોનમાં પણ આ એપ પર કામ કરી શકાય છે.જેમાં માત્ર અંગુઠાના છાપની જ જરૂર છે.એક સમય હતો જયારે અભણને લોકો 'અંગુઠા છાપ' કહેતા હતા પણ હવે સમય બદલાઈ ગયો છે તમારો અંગુઠો જ તમારી બેંક છે જે હવે તમારી ઓળખ બનશે એમ ઉમેર્યું હતુ.

મોદીએ વધુમાં કહ્યુ હતુ કે 'લકી ગ્રાહક યોજના' અને 'ડીજીધન વ્યાપાર' યોજના એ રાષ્ટ્ર માટે ક્રિસમસની ભેટ હતી અને 14 એપ્રિલ પર બાબાસાહેબ ભીમરાવ આંબેડકર જન્મ જયંતી પર મેગા ડ્રો પણ કરવામાં આવશે.

આ સાથે તેમને દેશમાં જાગૃતતા ફેલાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ મીડિયાનો પણ આભાર માન્યો હતો.