Connect Gujarat
Featured

રાજકોટ : કોંગ્રેસે વિકાસને મજાક બનાવ્યો તેથી આવા હાલ થયાં છે : સીએમ વિજય રૂપાણી

રાજકોટ : કોંગ્રેસે વિકાસને મજાક બનાવ્યો તેથી આવા હાલ થયાં છે : સીએમ વિજય રૂપાણી
X

રાજયની છ મહાનગરપાલિકામાં ભવ્ય વિજય બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ ખાતે અભિવાદન સભાને સંબોધિત કરી હતી. જેમાં તેમણે કહયું હતું કે, કોંગ્રેસે વિકાસને મજાક બનાવ્યો તેથી તેના આવા હાલ થયાં છે. કોંગ્રેસ હવે વિપક્ષમાં ચાલે તેવી પાર્ટી પણ રહી નથી.

રાજકોટના બહુમાળી ચોક ખાતે બુધવારે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં અભિવાદન સભા યોજવામાં આવી હતી. મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ મુખ્યમંત્રીએ હોમટાઉન રાજકોટમાં મતદારોનું અભિવાદન કર્યું હતું. રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપે 72માંથી 68 બેઠકો મેળવી રેકોર્ડ સર્જયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જનસંઘથી ભાજપની જીત અવિરત ચાલુ છે.1971 થી લગભગ દરેક ક્ષણ નો હું સાક્ષી છું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે,તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી મોદીની લહેર જોવા મળશે.વિકાસની રાજનીતિ નરેન્દ્ર ભાઇ એ પ્રસ્થાપિત કરી છે. કોંગ્રેસ હંમેશા વિકાસ ને મજાક બનાવી માટે આજે કોંગ્રેસની આ હાલત છે. કોંગ્રેસ હવે વિપક્ષમાં ચાલે તેવી પાર્ટી પણ રહી નથી.મુખ્યમંત્રીએ પોતાના ઉદબોધનમાં જનસંઘ સમયના નેતાઓને પણ યાદ કર્યા હતાં. અભિવાદન સભામાં ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર્સ તથા પાર્ટીના આગેવાનો હાજર રહયાં હતાં.

Next Story