Connect Gujarat
ગુજરાત

રાજકોટમા 30 કલાકમાં 17 ઇંચ વરસાદ, અનેક ડેમ ઓવર ફ્લો

રાજકોટમા 30 કલાકમાં 17 ઇંચ વરસાદ, અનેક ડેમ ઓવર ફ્લો
X

રાજકોટમાં છેલ્લા 30 કલાકમાં 17 ઇંચ થી પણ વધુ વરસાદ ખાબકતા શહેરના નદી નાળા છલકાઈ ઉઠ્યા છે. તો બીજી તરફ રાજકોટના તમામ ગરનાળાઓ અને અંડરબ્રિજ બંધ કરવાની ફરજ પડી છે. જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. તો બીજી તરફ લોકો ને પણ ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. 30 કલાકમાં 17 ઇંચ વરસાદ ખાબકતા આજી નદી બે કાંઠે વહી રહી છે. તો સ્વયંભૂ એવા રામનાથ મહાદેવ પર આજી નદીના પાણી દ્વારા અભિષેક કરવામાં આવી રહ્યો છે.

રાજકોટના સમાકાંઠા વિસ્તારમાં વોકળામાં આવેલ વિસ્તાર એટલે કે લલુળી વોકડી વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસી જતા રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે. ખુદ મ્યુનિસિપલ કમિશ્નર બંછા નિધિ પાની ફાયર બ્રિગેડ ની ટીમ સાથે રેસ્ક્યુમાં જોડાયા હતા.

છેલ્લા 30 કલાકમાં પડેલ ભારે વરસાદના કારણે ન્યારી 2 ડેમ ઓવરફ્લો થયો છે. જેના કારણે તેના 10 દરવાજા ખોલવાની ફરજ પડી છે. તમામ 10 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ન્યારી-૨ ડેમમાંથી 21,230 ક્યુસેક પાણી છોડવામાં આવતા આસપાસના 3 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ન્યારી 2 ડેમ માંથી પાણી છોડવામાં આવતા પડધરી ની ડોંડી નદી ગાંડીતુર બની

રાજકોટમાં પડેલ ભારે વરસાદ ને પગલે તમામ જળાશયોમાં નવા નિરની આવક થવા પામી છે. ખાસ કરીને વાત કરીએ તો ન્યારી-૧ ડેમમાં 2.50 ફૂટ , આજી-૧ ડેમમાં 1.80 ફૂટ , ભાદર ડેમમાં 1.50 ફૂટ નવા નિરની આવક થવા પામી છે. તો સાથે જ લાપાસરી ડેમ, ન્યારી 1 ડેમ પણ ઓવરફ્લો થવા પામ્યો છે. તો પશ્ચિમ રાજકોટમાં આવેલ અટલ સરોવર છલકાઈ ઉઠ્યું છે.

રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગોંડલ તાલુકામાં ધોધમાર વરસાદ પડતા અનેક નદી નાળા છલકાયા ઉઠ્યા છે. ગોંડલ તાલુકાના આંબરડી ગામ નજીક આવેલ ફોફળ નદી ગાંડીતુર બની છે. હાલ ફોફળ નદી બે કાંઠે વહી રહી છે. તો સાથે જ ગોંડલ તાલુકા ના પાટીયાળી અને હડમતાળા, મોટી મેંગણી,થોરડી,આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદ ના કારણે હડમતાળા થી રાજકોટ જતો રોડ ભારે વરસાદને કારણે રોડ બંધ થયો છે. તો મોતિસર ડેમ ના બે દરવાજા ખોલવામાં આવ્યા છે.

Next Story