Connect Gujarat
ગુજરાત

રાજકોટ : ગોંડલમાં LDO પમ્પમાં લાગી ભીષણ આગ, ડીઝલ ભરેલું ટેન્કર બળીને ખાખ

રાજકોટ : ગોંડલમાં LDO પમ્પમાં લાગી ભીષણ આગ, ડીઝલ ભરેલું ટેન્કર બળીને ખાખ
X

ગોંડલ નગરપાલિકાના બે ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબૂ

ગોંડલના ઉમવાડા ચોકડી પાસે એલ.ડી.ઓ.ના પમ્પમાં ભીષણ આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગમાં એક ડીઝલ ભરેલું ટેન્કર બળીને ખાખ થઇ ગયું હતું. આગને લઇને ગોંડલ ફાયરબ્રિગેડના બે ફાયર ફાયટરો દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આ બનાવમાં કોઇ જાનહાનિ થવા પામી નથી. વિકરાળ આગથી ધૂમાડાના ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા.

આગને પગલે ગોંડલ નગરપાલિકાના બે ફાયર ફાઇટરો દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાને લઇને પોલીસ દોડી જઇ નેશનલ હાઇવે પરનો વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો. પમ્પમાં જ ઉભા રહેલા ડીઝલ ભરેલા ટેન્કરને આગે ખાખ કરી નાંખ્યું હતું.

Next Story