Connect Gujarat
ગુજરાત

રાજકોટ : મિત્રોએ જ કાઢયું મિત્રનું કાસળ, કાગદડી નજીક મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો

રાજકોટ :  મિત્રોએ જ કાઢયું મિત્રનું  કાસળ, કાગદડી નજીક મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો
X

કાગદડી ગામ નજીક આવેલ ખોડીયાર માતાજીના મંદિર નજીકથી મળી આવેલા મૃતદેહનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. મૃતક યુવાનની હત્યા તેના જ મિત્રોએ જ કરી હોવાનો ખુલાસો થયો છે. હત્યાના ગુનામાં ઝડપાયેલાં 3 આરોપીઓ હાલ પોલીસ સકંજામાં છે.

રાજકોટમાં વધુ એક હત્યાનો ભેદ ઉકેલાયો છે ગત ૧૪ તારીખે ઈકબાલ નામના યુવાનની લાશ મળી આવી હતી.... પોલીસ તપાસમાં હત્યા હોવાનું સામે આવ્યું હતું આ અંગે પોલીસ દ્વારા તપાસ કરાતા ત્રણ આરોપીએ મૃતક ઈકબાલ ની હત્યા કરી હોવાની સામે આવ્યું હતું પોલીસે આ ગુનામાં સંજય, કિશોર સોલંકી અને દીપક નામના ત્રણ આરોપીને ઝડપી પાડયા હતા પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક ઈકબાલનો મૃતદેહ કાગદડી ગામ નજીક આવેલ ખોડીયાર માતાજીના મંદિર નજીક ચાર રસ્તા પરથી મળી આવ્યો હતો.

સંજય નામના શખ્સ સાથે મૃતકના મિત્રતાના સંબંધ હતા સંજય ને ઈકબાલ સાથે ભૂતકાળમાં પણ ઝઘડો થયો હોવાનું સામે આવ્યું હતું આ અંગે વધુ તપાસ કરતા ત્રણેય આરોપી અને મૃતક ભાવનગર રોડ ઉપર આવેલ આરએમસીની ઓફિસ સામેના ભાગે ભેગા થયા હતાં. જ્યાં ઈકબાલે સંજય પાસેથી રૂપિયા માગતા ઝઘડો થયો હતો જે બાદ સંજય તેમની હત્યા કરી હતી ત્યારબાદ અન્ય આરોપીઓ મૃતક ઈકબાલનો મૃતદેહ કાગદડી નજીક અવાવરૂ જગ્યામાં મૂકી નાસી છૂટયા હતા.

Next Story