રાજકોટ અને જામનગર તરફ NDRF ની ટીમ રવાના, ૧૩ જૂને રજાનું એલાન

New Update
રાજકોટ અને જામનગર તરફ NDRF ની ટીમ રવાના, ૧૩ જૂને રજાનું એલાન

રાજકોટમાં વાયુ વાવજોડાની આશંકાને લઈને ૩૨ લોકોની NDRF ની ટિમ આજે રાજકોટ પોહોચશે તો આ તરફ ૧૩મી જૂને શાળા અને કોલેજો માં પણ તંત્ર દ્વારા રાજા રાખવામા આવી છે. તેમજ તમામ ને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે. કલેકટર ,એડીશનલ કલેકટર, ટી.ડી.ઓ , પ્રાંત અધિકારી અને મામલતદાર વચ્ચે યોજાયેલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ૩૦ જવાનો, એક ઇન્સપેક્ટર , અને એક સબ ઇન્સ્પેક્ટર મળી કુલ ૩૨ લોકોની એક NDRF ટિમ રાજકોટ આવશે .

રાજકોટમાં સંભવિત અસરકારક ૪ તાલુકા છે જેમાં ગોંડલ, ધોરાજી, ઉપલેટા અને જેતપુરનો સમાવેશ થાય છે તેમજ ૪ તાલુકા ના ૩૫ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે જેમાં 77,000 જેટલા લોકો સમાવેશ થાય છે હાલમાં ૧૭ બોટ રાજકોટ જિલ્લા માં ઉપલબ્ધ છે. NDRF બે બોટ અને રેસ્ક્યુ ના સાધનો લઇ રાજકોટ પોહચી છે.

તો જામનગર ખાતે અરબી સમુદ્રમાં લો પ્રેસરના કારણે જામનગરનું વહીવટી તંત્ર એકશનમાં આવી ગયું છે. જામનગર જિલ્લા કલેકટર સહિત તમામ અધિકારીની રજા કેન્સલ કરવામાં આવી છે. તેમજ દરિયામાં ગયેલ ૧૮૦ માછીમારો અને ૪૫ બોટ ને દરિયામાંથી પરત બોલાવી લેવામાં આવ્યા છે અને વાવાઝોડાની પરિસ્થિતીને પહોંચીવળવા માટે એન.ડી.આર.એફ. ની બે ટિમ જામનગર આવી પહોંચશે.