Connect Gujarat
Featured

રાજકોટ : રૂ. 40 લાખનું સોનું અને રોકડ લઈને જતાં હતા જેતપુરના વેપારી, જુઓ પછી અચાનક શું બન્યું..!

રાજકોટ : રૂ. 40 લાખનું સોનું અને રોકડ લઈને જતાં હતા જેતપુરના વેપારી, જુઓ પછી અચાનક શું બન્યું..!
X

રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના નાના ચોક નજીક સોની બજારમાં ધોળા દિવસે વેપારીની આંખમાં ચટણી નાખી તેના પાસેથી રૂપિયા 40 લાખના સોનાની લૂંટ ચલાવી 2 અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવી તપાસ કરતાં વેપારી પાસે રહેલા થેલામાં 700 ગ્રામ સોનું અને રૂપિયા 2 લાખની રોકડ રકમ હોવાનું જાણવા મળ્યું હતું.

મળતી માહિતી અનુસાર, જેતપુરમાં ચીમન વેકરીયા નામના હોલસેલના વેપારી પોતાના થેલામાં 700 ગ્રામ સોનું અને રૂપિયા 2 લાખની રોકડ રકમ લઈને તેઓની સોની બજારમાં આવેલી શ્રી હરિ ગોલ્ડ જ્વેલરીની દુકાન તરફ જવા પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન અચાનક 2 અજાણ્યા શખ્સોએ તેમના પર ચટણી ઉડાવી તેમના હાથમાં રહેલ થેલી ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા.

બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

ચીમન વેકરીયાએ જણાવ્યું હતું કે, પોતાના પાસે રહેલી થેલીમાં અંદાજે 40 લાખ રૂપિયાનું 700 ગ્રામ જેટલું સોનું અને 2 લાખ રૂપિયાની રોકડ રકમ પણ હતી, ત્યારે હાલ તો પોલીસે ઘટના સ્થળ સહિત આસપાસના CCTV ફૂટેજ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

Next Story