/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/vlcsnap-2018-08-31-12h43m11s061.png)
પૂર્વ પ્રમુખ નિલેશ વીરાણી સભામાં ગેરહાજર રહ્યા
રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ અલ્પાબેન ખાટરિયાની અધ્યક્ષતામાં યોજાયી હતી. સામાન્ય સભાનો મુખ્ય એજન્ડા કારોબારી અને બાંધકામ સમિતિ સતા જનરલ બોર્ડને આપવામાં આવે બહુમતી મળે તો બન્ને સમિતિની સતા સામાન્ય સભાને સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયતના મુખ્ય એજન્ડા પર સ્ટેને લઇને સભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો. પ્રમુખ દ્વારા મતદાનની કાર્યવાહી કરવા સૂચન આપવામાં આવ્યું હતું. 22 સભ્યોએ સ્ટેના વિરોધમાં હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ જિલ્લા પંચાયતના મુખ્ય એજન્ડા પર સ્ટેને લઇને સભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો. પ્રમુખ દ્વારા મતદાનની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવતાં 22 સભ્યોએ સ્ટેના વિરોધ કર્યો હોવાનું સામે આવ્યું છે. એજન્ડાના સ્ટેને લઇને 11 સભ્યોએ સહમતી દર્શાવી હતી. રાજકોટ જિલ્લા પંચાયતની હાલની સ્થિતિની વાત કરીએ તો કોંગ્રેસ પાસે 22 સભ્યો છે. જ્યારે અસંતુષ્ટ 11સભ્યો અને ભાજપનાં 2 સભ્યો છે. જેમાં બાગી જૂથના 1 સભ્ય અને પૂર્વ પ્રમુખ નિલેશ વીરાણી સભામાં ગેરહાજર રહ્યા હતા.