Connect Gujarat
વાનગીઓ 

ઉનાળાની ઋતુમાં, સરળતાથી ઘરે જ રાત્રી માટે સ્વાદિષ્ટ 'કેસરિયા કુલ્ફી' બનાવો

આ સિઝનમાં ઠંડી-ઠંડી કેસરી કુલ્ફી મળે તો શું કહેવું? બાય ધ વે, કુલ્ફીનું નામ પડતાં જ જીભ પર મલાઈ અને ઈલાયચીનો સ્વાદ આવવા લાગે છે.

ઉનાળાની ઋતુમાં, સરળતાથી ઘરે જ રાત્રી માટે સ્વાદિષ્ટ કેસરિયા કુલ્ફી બનાવો
X

આ સિઝનમાં ઠંડી-ઠંડી કેસરી કુલ્ફી મળે તો શું કહેવું? બાય ધ વે, કુલ્ફીનું નામ પડતાં જ જીભ પર મલાઈ અને ઈલાયચીનો સ્વાદ આવવા લાગે છે. તો આજે આપણે બનાવીશું કેસરી કુલ્ફી. એ વાત સાચી છે કે કુલ્ફી બનાવતી વખતે જો તેને ફુલ ક્રીમ મિલ્ક સાથે બનાવામાં આવે તો તે જલ્દી અને વધુ સ્વાદિષ્ટ બને છે. પણ જો તમે ફુલ ક્રીમ મિલ્કને બદલે ટોન્ડ મિલ્ક લેશો તો પણ તમારે થોડીવાર ઉકળવા દેવું પડશે. તમે તમારી પસંદગી મુજબ દૂધ સાથે કુલ્ફી બનાવી શકો છો.

સામગ્રી:

થોડી માત્રમાં કેસર, થોડા ટીપાં પીળો ફૂડ કલર, 1 કપ ખોયા, 4 કપ દૂધ, 1 કપ ખાંડ.

ટોપિંગ્સ માટેની સામગ્રી :

1/4 બારીક સમારેલા મિશ્ર સૂકા ડ્રાય ફ્રૂટ્સ અને 2 ચમચી તૂટીફૂટી

કેસરિયા કુલફી બનાવાની રીત :

એક ભારે તળિયાવાળા પેનમાં દૂધ ઉકાળો. જ્યારે તે અડધું થઈ જાય ત્યારે તેમાં ખોવા, ખાંડ, કેસર, ફૂડ કલર અને ડ્રાયફ્રૂટ્સ નાખીને હલાવો.તેને કુલ્ફીના મોલ્ડ અથવા આઈસ્ક્રીમ બોક્સમાં ફેલાવો. તેની ઉપર તૂટીફૂટી ઉમેરો. કુલ્ફીના મોલ્ડને બંધ કરીને રાતભર સેટ થવા માટે ફ્રીજમાં રાખો.બીજા દિવસે કુલ્ફીના મોલ્ડને થોડીવાર પાણીમાં નાખી મૂક. ધીમેધીમે તેને ઘાટમાંથી દૂર કરો. હવે કેસરિયા કુલ્ફીને પ્લેટમાં કાઢીને સર્વ કરો.

Next Story