Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ પીરામણ રોડ ઉપર કાર અને બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત

અંકલેશ્વરઃ પીરામણ રોડ ઉપર કાર અને બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત
X

બાઈક સવાર અન્ય એક યુવાન ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો

અંકલેશ્વરના પીરામણ ગામ તરફ જવાના રસ્તા ઉપર આમલા ખાડી બ્રિજ નજીક કાર ચાલકે બાઈકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર એક યુવકનું મોત નીપજ્યું હતું.જ્યારે એક યુવક ને ઇજા થતાં સાવરવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

પોલીસ સુત્રીય માહિતી મુજબ અંકલેશ્વરની અન્સર માર્કેટમાં રહેતા સાબાત અલી શાહ અને સલમાન અબ્દુલ ગફાર ખાન બાઈક ઉપર પીરામણ તરફ આમળા ખાડી બ્રિજના સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતાં. દરમ્યાન કાર ન. Gj-5 RA-3867 ના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ઉપર સવાર સલમાન અબ્દુલ ગફાર ખાન અને સાબાત અલી શાહને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં અવ્યા હતા. જ્યાં સલમાન અબ્દુલ ગફાર ખાનને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. આ અકસ્માતની જાણ શહેર પોલીસ મથકમાં થતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Next Story