Connect Gujarat
Featured

સાબરકાંઠા: પ્રાંતિજ ખાતે મતદાન જાગૃતિ રેલી યોજાઇ

સાબરકાંઠા: પ્રાંતિજ ખાતે મતદાન જાગૃતિ રેલી યોજાઇ
X

સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે મતદાન જાગૃતિ રેલી યોજાઇ હતી. જેમાં મતદારોને વધુ માં વધુ મતદાન કરી મજબૂત લોકશાહિનું નિર્માણ થાય તે હેતુથી શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી.

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી યોજાનાર છે ત્યારે પ્રાંતિજ તાલુકા પંચાયતથી વિવિધ બેનરો સાથે બાઇક રેલી નિકળી હતી જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદભાઇ ચૌધરી દ્વારા લીલીઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે પ્રાંન્ત અધિકારી સોનલબા પઢેરીયા, મામલતદાર એચ. પી. ભગોરા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કાળુસિંહ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાંતિજ તાલુકાના પ્રાથમિક શિક્ષકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા અને વિવિધ બેનરો સાથે બાઇક રેલી નિકળી હતી. જેમાં પ્રાંતિજ બજાર ચોકથી ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે આવીને અમીનપુર, પોગલુ, પલ્લાચર, વદરાડ સહિતના વિવિધ ગામોમાં મતદાર જાગૃતિ અભિયાન રેલી નિકળી હતી.

Next Story
Share it