Connect Gujarat
ગુજરાત

સૌરાષ્ટ્રના સૌથી મોટા મેળામા સુરક્ષા માટે વિદેશી ટેકનોલોજીનો કરાશે ઉપયોગ

સૌરાષ્ટ્રના સૌથી મોટા મેળામા સુરક્ષા માટે વિદેશી ટેકનોલોજીનો કરાશે ઉપયોગ
X

સૌરાષ્ટ્રનો સોથી મોટો લોકમેળો રાજકોટમા શરુ થઈ ચુક્યો છે. ત્યારે આગામી 5 દિવસ સુધી લોકો લોકમેળાની મજામાણી શકશે. અંદાજે 15લાખથી પણ વધુ લોકો આ મેળાની મજા માણશે. ત્યારે પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ દ્વારા લોકમેળામાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

કેટલા અધિકારીઓ રહેશે તૈનાત

મલ્હાર લોકમેળાની ઉજવણી શાંતિ અને સુખમય રીતે થાય તે માટે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ તંત્રની 78 અધિકારી તથા 1373 કર્મચારીની ટીમ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્તમાં ફરજ બજાવશે. આતંકી હુમલાની શંકાને આધારે મલ્હાર મેળામાં સુરક્ષા વ્યવસ્થાને જાળવી રાખવા 24 કલાક પોલીસ કન્ટ્રોલ રૂમ કાર્યરત રહેશે. સીસીટીવી કેમેરાને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ સાથે જોડીને સુપર વિઝન કરાશે. 14 માઉન્ટેડ પોલીસ દ્વારા સમગ્ર મેળા ફરતે પેટ્રોલિંગ કરવામાં આવશે. મલ્હાર મેળા બંદોબસ્તની ફાળવણી આ વર્ષે ઇ બંદોબસ્ત દ્વારા કરવામાં આવી છે તેમજ મેળામાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓની બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ મશીનથી હાજરી પૂરવામાં આવશે.

પ્રથમ વખત 4જી વોકીટોકીનો ઉપયોગ કરવામા આવશે

રાજકોટના લોકમેળામાં પ્રથમ વખત વિદેશી ટેકનોલોજોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રથમવાર 4જી વોકી ટોકીનો ઉપયોગ થશે. વોકી ટોકીમાં વીડિયો કોલિંગ સાથે વાતચિત થશે. મહત્વનું છે કે ગત વર્ષે ઇઝરાયલ સિક્યુરિટીનો ઉપયોગ મેળામાં કરવામાં આવ્યો હતો.ત્યારે આજે પોલીસ દ્રારા આ ટેકનોલોજીનું રિયલ સલ કરવામાં આવ્યું હતું આ ટેકનોલોજી ગુજરાતમાં પ્રથમ વાર રાજકોટથી શરૂ આત કરવામાં આવી છે અને મેળામાં તેમનો ઉપયોગ કરવામાં આવશે

Next Story