New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/1e11d75b-1560-4bb8-a2d0-23bb5c6d2c5b.jpg)
સવારનાં સમયે અંકલેશ્વર-ભરૂચ માર્ગ ઉપર બે વાન વચ્ચે સર્જાયો અકસ્માત.
અંકલેશ્વર - ભરૂચ વચ્ચેથી પસાર થતા જુના નેશનલ હાઈવે નંબર- 8 ઉપર ગોલ્ડન બ્રિજ નજીક આજે સવારના સમયે સ્કૂલ વાન અને પેસેન્જર વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર આર્થે ખસેડાયા હતા. શહેર પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનોનોંધી તપાસ હાથ ધરી છે.
આજરોજ સવારનાં સમયે ભરૂચ-અંકલેશ્વર રોડ ઉપરથી પસાર થઈ રહેલી બે વાન એકનો નંબર જીજે-16, બીબી-2393 અને અન્ય એક વાન નંબર જીજે-16, ઝેડ- 4229 વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં સ્કૂલ વાનમાં સવાર વિદ્યાર્થીઓને ઈજા પહોંચતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આ્યા હતા.
Latest Stories