/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/009.jpg)
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી નજીક વિશ્રામગૃહ નજીક રોડ પર ખુલ્લેઆમ દેશી તમાચા સાથે ૪ શખ્શો અંદરો અંદર ઝગડો કરતા કરતા વિશ્રામગૃહમાં પ્રવેશતા દેકારો મચી ગયો હતો. નશામાં ભાન ભૂલેલા ૪ શખ્સ ઝગડતા હોવાની અને ભયનું વાતાવરણ સર્જતાં શામળાજી પોલીસને જાણ થતાં તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને જોઈને ચારેય શખ્સ પૈકી એક શખ્શ ફરાર થઈ ગયો હતો જ્યારે અન્ય ત્રણ શખ્સને પોલિસે ઝડપી પાડ્યા હતા. શામળાજી પોલીસે દેશી તમંચા સાથે ગાંધીનગરના બે અને ભિલોડાના એક શખ્સને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
શામળાજી વિશ્રામ ગૃહ નજીક વિનીત અશોક ચમાર, રહે,કોલવડા ગાંધીનગર, ગૌરાંગ રાજેશ વાઘેલા, રહે,સેક્ટર નં.-૬, ગાંધીનગર , ભિલોડાના મેરાવાડા ગામનો આશિક નાનજી ગામેતી અને અન્ય એક અજાણ્યો શખ્શ દારૂના નશામાં ગેરકાયદેસર રાખેલી દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે અંદરો-અંદર ઝગડો કરી દંગલ મચાવતા શામળાજી પોલીસે ઘટનાસ્થળે પહોંચી ૩ શખ્શોને ઝડપી પાડ્યા હતા. જ્યારે ૧ શખ્શ ફરાર થઈ ગયો હતો. શામળાજી પોલીસે ઝડપાયેલા ૩ શખ્શો પાસેથી ઝડપી પાડી દેશી પિસ્તોલ નંગ-૧ કીં.રૂ.૧૦૦૦૦/- તથા મોબાઈલ નંગ -૪ કીં.રૂ.૭૦૦૦/- કીં.રૂ.૧૭૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી વિનીત અશોક ચમાર, રહે,કોલવડા ગાંધીનગર, ગૌરાંગ રાજેશ વાઘેલા, રહે,સેક્ટર નં.-૬, ગાંધીનગર , ભિલોડાના મેરાવાડા ગામનો આશિક નાનજી ગામેતી અને અન્ય એક ફરાર અજાણ્યા શખ્શ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી ફરાર અજાણ્યા શખ્શને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.