સાઉથ આફ્રિકાના વિખ્યાત ક્રિકેટર જોન્ટી રોડ્સ એશિયાની ટુર પર

ઈમ્પોર્ટન્સ ઓફ ફિલ્ડીંગ સેમીનાર અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન

વર્લ્ડ કપ ૨૦૧૯માં વિવિધ કન્ટ્રીની ક્રિકેટ ટીમે વિષે પણ ચર્ચા

સાઉથ આફ્રિકાના વિખ્યાત ક્રિકેટર જોન્ટી રોડ્સ હાલ એશિયાની ટુર પર છે.ત્યારે બુધવારના રોજ યુનીવર્સીટી ખાતે એક સેમિનારમાં તેણે હાજરી આપી પોતાના અનુભવો શેર કર્યા હતા. જેમાં શિક્ષણ સાથે સ્પોર્ટ્સનું મહત્વ દર્શાવતા આવનાર વર્લ્ડ કપ ૨૦૧૯માં વિવિધ કન્ટ્રીની ક્રિકેટ ટીમે વિષે પણ ચર્ચા કરી હતી.

આપણા દેશમાં તમામ સ્પોર્ટ્સમાં ક્રિકેટ ખુબ જ મહત્વ ધરાવે છે.તેમાં પણ હાલ ચાલી રહેલી આઈ.પી,એલના ટ્રેન્ડથી ક્રિકેટ ઇન્ડિયા માટે સોસ્યલ સ્પોર્ટ્સ બની ગઈ છે. જેથી સુરતની મુલાકાતે આવેલા જોન્ટી રોડ્સ દ્વારા ઈમ્પોર્ટન્સ ઓફ ફિલ્ડીંગ સેમીનાર અંતર્ગત વિદ્યાર્થીઓને પોતાની કન્ટ્રીના સોસ્યલ સ્પોર્ટ્સ માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું, ઉપરાંત તેણે આવનાર વર્લ્ડ કપ ૨૦૧૯માંએશિયાની ત્રણ ટીમ સારો દેખાવ કરશે. તેવી અપેક્ષા સાથે ઈંગ્લેન્ડનું પલડું ભરી રહેશે તેવી ધારણા વ્યક્ત કરી હતી.

એક સમયના બેસ્ટ પ્લેયર, ફિલ્ડર અને કેચર ગણાતા જોન્ટી એક શિક્ષિત પરિવારથી બીલોન્ગ્સ કરે છે. તેમના માતા-પિતા બન્ને શિક્ષક હોય અને ત્રણ સંતાન પૈકી એક હોવા છતાં તેમને સ્પોર્ટસમાં જવા તેમણે વધાવો આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે પોતે સ્પોર્ટ્સ સાથે જે રીતે શિક્ષણને મહત્વ આપ્યું તેજ રીતે અન્ય વિદ્યાર્થીઓ પણ પોતાના સોસ્યલ સ્પોર્ટ્સ માટે ધ્યાન દોરે તેવી અપેક્ષા દાખવી હતી.

ઉલ્લેખનીય છે કે યુનીવર્સીટીના કન્વેન્સન હોલમાં વિદ્યાર્થીઓ પણ આ સેમીંનાર નિહાળી ઉત્સાહિત થઇ ગયા હતા. હાલ સુધી માત્ર બેટિંગને મહત્વ આપતા ખેલાડીઓએ પણ ફિલ્ડીંગનું મહત્વ સમજ્યું હતું. કારણ કે જોન્ટીમાં જણાવ્યા મુજબ એ સમયે કોઈ પણ ખેલાડી છલાંગ મારતું ન હતું એની શરૂઆત તેમણે કરી હતી, અને બાદમાં સચિન પણ પોતાની ફિલ્ડીંગ માટે જાણીતા થયા હતા.

Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here