Connect Gujarat
સ્પોર્ટ્સ

GTvLSG લખનઉને હરાવી ગુજરાત ટાઈટન્સ પ્લેઑફમાં પહોંચનારી પહેલી ટીમ બની, મોહિત શર્માએ 4 વિકેટ ઝડપી

ગુજરાત ટાઇટન્સે લખનઉ સુપરજાયન્ટ્સને 56 રને હરાવ્યું લખનઉને 228 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેની સામે ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 171 રન જ બનાવી શકી હતી.

GTvLSG લખનઉને હરાવી ગુજરાત ટાઈટન્સ પ્લેઑફમાં પહોંચનારી પહેલી ટીમ બની, મોહિત શર્માએ 4 વિકેટ ઝડપી
X

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આ સિઝનમાં આજે ફરીથી ડબલ હેડર મેચ છે. દિવસની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ (GT) અને લખનઉ સુપરજાયન્ટ્સ (LSG) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં ગુજરાત ટાઇટન્સે લખનઉ સુપરજાયન્ટ્સને 56 રને હરાવ્યું લખનઉને 228 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેની સામે ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 171 રન જ બનાવી શકી હતી.

લખનઉ તરફથી સૌથી વધુ ક્વિન્ટન ડી કોકે 41 બોલમાં 70રન ફટકાર્યા હતા. કાઇલ મેયર્સ 32 બોલમાં રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી સૌથી વધુ મોહિત શર્માએ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે નૂર અહેમદ, રાશિદ ખાન અને મોહમ્મદ શમીને 1-1 વિકેટ મળી હતી. આ જીત સાથે જ હવે ગુજરાતે પ્લેઑફમાં એન્ટ્રી કરી લીધી છે. ગુજરાત ટાઇટન્સ સતત બીજીવાર પ્લેઑફમાં પહોંચી છે.

GUJARAT TITANSની ઇનિંગ:-

ટીમે પહેલા બેટિંગ કરતા ટીમે નિર્ધારિત ઓવરમાં 2 વિકેટે 227 રન બનાવ્યા હતા. ઓપનર રિદ્ધિમાન સાહાએ 43 બોલમાં 81 જ્યારે શુભમન ગિલે 51 બોલમાં 94 રન બનાવ્યા હતા. બન્નેએ 74 બોલમાં 142 રનની ભાગીદારી કરી હતી. લખનઉ તરફથી આવેશ ખાન અને મોહસીન ખાનને 1-1 વિકેટ મળી હતી.

જુઓ પોઈન્ટ ટેબલ:-



Next Story