Connect Gujarat
સ્પોર્ટ્સ

વેસ્ટઈન્ડિઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાને રવાના કરવા BCCIએ આટલા રૂપિયા ખર્ચ કર્યા,રકમ વાંચીને તમારી આંખ પહોળી થઈ જશે

ભારતીય ટીમ ત્રણ મેચની વન-ડે અને પાંચ મેચની ટી-20 શ્રેણી રમવા માટે વેસ્ટ ઈન્ડીઝ પહોંચી ગઇ છે. શિખર ધવન એન્ડ કંપની 22 જુલાઈથી વિન્ડીઝ સામે પહેલી વન-ડેમાં ઉતરશે.

વેસ્ટઈન્ડિઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાને રવાના કરવા BCCIએ આટલા રૂપિયા ખર્ચ કર્યા,રકમ વાંચીને તમારી આંખ પહોળી થઈ જશે
X

ભારતીય ટીમ ત્રણ મેચની વન-ડે અને પાંચ મેચની ટી-20 શ્રેણી રમવા માટે વેસ્ટ ઈન્ડીઝ પહોંચી ગઇ છે. શિખર ધવન એન્ડ કંપની 22 જુલાઈથી વિન્ડીઝ સામે પહેલી વન-ડેમાં ઉતરશે. આ દરમ્યાન એવા અહેવાલો આવી રહ્યાં છે કે ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાંથી પોર્ટ ઑફ સ્પેન પહોંચવા માટે બીસીસીઆઈએ ખાનગી ફ્લાઈટની વ્યવસ્થા કરી. જેના ચક્કરમાં કુલ 3.5 કરોડ રૂપિયા ખર્ચ થયા. બીસીસીઆઈએ આટલો ખર્ચ કોરોનાકાળમાં કડક નિયમોને પગલે કર્યો નથી.

મીડિયાના એક અહેવાલ મુજબ ખાનગી પ્લેનની વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી કારણકે માનચેસ્ટરમાંથી પોર્ટ ઑફ સ્પેન માટે આટલી મોટી સંખ્યામાં કોમર્શિયલ ફ્લાઈટમાં ટિકિટ બુક કરવી શક્ય ન હતુ. ભારતીય ટીમમાં 16 ક્રિકેટરો સિવાય મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને અન્ય કોચિંગ સ્ટાફનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બધા ક્રિકેટરોની પત્ની અને અન્ય સભ્યોની ટીકિટની વ્યવસ્થા પણ સામાન્ય રીતે બીસીસીઆઈ જ કરાવે છે. અધિકારીએ કહ્યું, મેનચેસ્ટર પરથી પોર્ટ ઑફ સ્પેન માટે એક ફ્લાઈટ ટીકિટ સામાન્ય રીતે બે લાખ રૂપિયાની આવે છે.

જે હિસાબે બીસીસીઆઈનો ખર્ચ આશરે બે કરોડ આવવો લગભગ નક્કી હતો. આટલી મોટી સંખ્યામાં કોમર્શિયલ ફ્લાઈટમાં ટીકિટ તૈયાર ના હોવાને કારણે બીસીસીઆઈએ આખુ પ્લેન બુક કરાવી દીધુ. ચાર્ટડ પ્લેન વધારે મોંઘુ છે, પરંતુ એટલું જ નહીં, એક તર્કસંગત વિકલ્પ તૈયાર હતો. મોટાભાગની ફૂટબોલ ટીમ પણ પોતાના ખાનગી પ્લેનથી જ પ્રવાસ કરે છે.

Next Story