Connect Gujarat
સ્પોર્ટ્સ

BCCIની સત્તાવાર જાહેરાત, ટીમ ઇન્ડિયાનું સાઉથ આફ્રિકા જવું નક્કી…

દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલા કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના કારણે આ મેચની સિરીઝ કેન્સલ થવાના સમાચાર આવ્યા હતા. પરંતુ BCCIએ પુષ્ટી કરી છે

BCCIની સત્તાવાર જાહેરાત, ટીમ ઇન્ડિયાનું સાઉથ આફ્રિકા જવું નક્કી…
X

દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલા કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના કારણે આ મેચની સિરીઝ કેન્સલ થવાના સમાચાર આવ્યા હતા. પરંતુ BCCIએ પુષ્ટી કરી છે કે, ટીમ સાઉથ આફ્રીકા જઇને મેચ રમશે. જોકે, કઈ તારીખે જશે તેને લઇને હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી.

BCCIના અધિકારી અરુણ ધૂમલે જાણકારી આપી હતી કે, ભારતનો પ્રવાસ માત્ર ટેસ્ટ અને વન-ડે સિરીઝ માટે હશે. સાઉથ આફ્રીકા ક્રિકેટ બોર્ડને પણ આ બાબતે જાણકારી આપી દેવામાં આવી છે. જેમાં 4 જેટલી ટી-20 મેચને ટાળી દેવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, પહેલી મેચ તા. 26 ડિસેમ્બરે રમાશે. પરંતુ તારીખોનું એલાન કરવામાં આવ્યું નથી. ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકામાં રમાનારી ટેસ્ટ સિરીઝ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો હિસ્સો છે. જેની ઘણા લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. અહીં ટીમ ઇન્ડિયાને કોરોનાની તમામ ગાઈડલાઇનનું પાલન કરવું પડશે. આમ છેલ્લા અનેક દિવસથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે.

Next Story