Connect Gujarat
સ્પોર્ટ્સ

કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, વિરાટ કોહલીની કઈ ઈનિંગ્સ તેની નજરમાં છે શ્રેષ્ઠ

શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ મેચ શુક્રવારે પંજાબ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, મોહાલીમાં રમાશે.

કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, વિરાટ કોહલીની કઈ ઈનિંગ્સ તેની નજરમાં છે શ્રેષ્ઠ
X

શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ મેચ શુક્રવારે પંજાબ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, મોહાલીમાં રમાશે. મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રોહિત શર્માએ 100મી ટેસ્ટ રમી રહેલા વિરાટ કોહલીના વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે ટીમ મળીને કોહલીની આ મેચને યાદગાર બનાવવા માંગશે. રોહિત શર્માએ કહ્યું કે કોહલીના નેતૃત્વમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં અમે ટેસ્ટ ક્રિકેટમાં જે હાંસલ કર્યું છે તે અભૂતપૂર્વ છે.

આ દરમિયાન રોહિત શર્માએ વિરાટ કોહલી સાથેની ઘણી યાદગાર પળોને યાદ કરી. તેણે કહ્યું કે દક્ષિણ આફ્રિકાનો 2013નો પ્રવાસ તેના માટે યાદગાર છે. કોહલીએ આ પ્રવાસમાં સદી ફટકારી હતી. રોહિત શર્માએ કહ્યું કે ડેલ સ્ટેન, મોર્કેલ જેવા બોલરોનો સામનો કરવો સરળ ન હતો. પરંતુ તેણે પ્રથમ દાવમાં સદી અને બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી. મારા મતે તેની આ ઇનિંગ્સ સર્વશ્રેષ્ઠ હતી.

આ દરમિયાન રોહિત શર્માએ ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે વિશે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું કે આ બંનેએ ભારતીય ટીમ માટે જે કર્યું છે તે શાનદાર છે. જ્યારે ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં નંબર વન બની ત્યારે બંનેની બેટિંગનો પણ ફાળો રહ્યો હતો.

પોતાની ટેસ્ટ કેપ્ટનશિપ અંગે રોહિતે કહ્યું કે, છેલ્લા 3-4 વર્ષમાં ટીમે જે મેળવ્યું છે તેને તે આગળ લઈ જવાનો પ્રયાસ કરશે. ગત મહિને વિરાટે ટેસ્ટ કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ રોહિતને કેપ્ટનશિપ આપવામાં આવી હતી.

રોહિત શર્મા મોહાલીમાં શ્રીલંકા સામે પ્રથમ વખત ટેસ્ટમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે. આ મેચ ઘણી રીતે ખાસ છે. વિરાટ ઉપરાંત રવિચંદ્રન અશ્વિનને પણ આ મેચમાં ઈતિહાસ રચવાની તક મળશે. અશ્વિન આ મેચમાં ટેસ્ટમાં કપિલ દેવના વિકેટના રેકોર્ડને તોડી શકે છે. હાલમાં, અશ્વિને ટેસ્ટ મેચોમાં 430 વિકેટ ઝડપી છે અને તે કપિલ દેવની 434 વિકેટથી માત્ર 4 વિકેટ પાછળ છે.

Next Story