Connect Gujarat
સ્પોર્ટ્સ

ફ્રાન્સમાં માર્સેલે અને ગેલેટેસરાયની ફૂટબોલ મેચ સમયે ચાહકોએ એક-બીજા પર ફેંક્યા ફટાકડા

ફ્રાન્સમાં માર્સેલે અને ગેલેટેસરાયની ફૂટબોલ મેચ સમયે ચાહકોએ એક-બીજા પર ફેંક્યા ફટાકડા
X

ફ્રાન્સમાં ફૂટબોલ મેચ સમયે ફરી એકવાર દર્શકોએ ઉપદ્રવ કર્યો. આ સિઝનમાં ફ્રેન્ચ લીગની ઘણી મેચમાં આવી ઘટનાઓ બની હતી. પણ આ વખતે યુએફા યુરોપા લીગમાં આવું થયું.

ફ્રેન્ચ ક્લબ માર્સેલે અને તુર્કીના ગેલેટેસરાયની મેચમાં 38મી મિનિટે દર્શકોએ એક-બીજા પર ફટાકડા ફેંકવાનું શરૂ કર્યું. ત્યારબાદ રેફરીએ મેચ રોકી દીધી હતી. પોલીસે બધાને શાંત પાડ્યા હતા અને 9 મિનિટ બાદ મેચ ફરી શરૂ થઇ હતી.

મેચ શરૂ થયા બાદ પણ ફટાકડાનો અવાજ આવતો હતો. આ ઘટનામાં ઘણા પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. તો લંડનમાં વેસ્ટ હેમ અને રેપિડ વિયના વચ્ચે મેચ રમાઇ. આ મેચમાં પણ બંને ટીમના દર્શકો વચ્ચે મારામારી થઇ હતી. દર્શકોએ એક-બીજા પર બોટલો ફેકી હતી. આ મેચ ઇંગ્લિશ ક્લબ વેસ્ટ હેમે 2-0થી પોતાના નામે કરી હતી. મેચ બાદ પણ દર્શકો શાંત રહ્યા ન હતા.

Next Story