Connect Gujarat
સ્પોર્ટ્સ

IND vs SA: ટીમ ઇન્ડિયાને ક્લીન સ્વીપ કર્યા બાદ દક્ષિણ આફ્રિકાના ખેલાડીએ કહ્યુ 'જય શ્રી રામ',વાઇરલ થઈ પોસ્ટ

દક્ષિણ આફ્રિકાએ ODI શ્રેણીમાં જે રીતે ટીમ ઈન્ડિયાનો 3-0થી ક્લીન સ્વીપ કર્યો,

IND vs SA: ટીમ ઇન્ડિયાને ક્લીન સ્વીપ કર્યા બાદ દક્ષિણ આફ્રિકાના ખેલાડીએ કહ્યુ જય શ્રી રામ,વાઇરલ થઈ પોસ્ટ
X

દક્ષિણ આફ્રિકાએ ODI શ્રેણીમાં જે રીતે ટીમ ઈન્ડિયાનો 3-0થી ક્લીન સ્વીપ કર્યો, તેણે આખી દુનિયાને ચોંકાવી દીધી. સાઉથ આફ્રિકાને ટેસ્ટ સિરીઝથી જ ઓછું આંકવામાં આવી રહ્યું હતું, પરંતુ તેના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાને પ્રથમ ટેસ્ટ સિરીઝમાં હરાવ્યું અને ત્યાર બાદ વનડે સિરીઝ પણ એકતરફી જીતી લીધી.

ODI શ્રેણીની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાની જીતમાં ડાબોડી સ્પિનર કેશવ મહારાજે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ODI સિરીઝમાં જીત બાદ કેશવ મહારાજે સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટ વાયરલ થઈ રહી છે. વાસ્તવમાં કેશવ મહાજાએ ભારતની જીત બાદ જય શ્રી રામ લખ્યું હતું.કેશવ મહારાજે લખ્યું, 'શું હતી શ્રેણી, આ ટીમને ગર્વ છે કે આ ટીમ કેટલી આગળ આવી છે. હવે પછીની શ્રેણીની તૈયારી કરવાનો સમય છે. જય શ્રી રામ. તમને જણાવી દઈએ કે કેશવ મહારાજ ભલે દક્ષિણ આફ્રિકામાં રહેતા હોય પરંતુ તેઓ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. કેશવ મહારાજ નિયમીત મંદિરમાં જતા રહે છે અને તેઓ હનુમાનના પરમ ભક્ત છે.

Next Story