Connect Gujarat
સ્પોર્ટ્સ

IND vs WI : ટીમ ઈન્ડિયાએ છેલ્લી T20માં વિન્ડીઝને હરાવી, શ્રેણી 4-1થી કબજે કરી

ટીમ ઈન્ડિયાએ લૉડરહિલ ખાતે રમાયેલી શ્રેણીની પાંચમી અને અંતિમ T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 88 રનથી હરાવ્યું હતું.

IND vs WI : ટીમ ઈન્ડિયાએ છેલ્લી T20માં વિન્ડીઝને હરાવી, શ્રેણી 4-1થી કબજે કરી
X

ટીમ ઈન્ડિયાએ લૉડરહિલ ખાતે રમાયેલી શ્રેણીની પાંચમી અને અંતિમ T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 88 રનથી હરાવ્યું હતું. આ સાથે ભારતે પાંચ મેચોની શ્રેણી 4-1થી કબજે કરી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે સાત વિકેટે 188 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ 15.4 ઓવરમાં 100 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતીય ટીમની જીતના હીરો શ્રેયસ અય્યર અને સ્પિન બોલરો રહ્યા હતા.

કેપ્ટન રોહિતની જગ્યાએ ટીમની કમાન્ડ સંભાળી રહેલા હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ શ્રેયસ અય્યરે બીજા ઓપનર ઈશાન કિશન (13 બોલમાં 11 રન) સાથે પ્રથમ વિકેટ માટે 38 અને દીપક હુડા સાથે બીજી વિકેટ માટે માત્ર 7.1 ઓવરમાં 76 રનની ભાગીદારી કરી હતી. દીપક હુડ્ડાએ 25 બોલની ઈનિંગમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. શ્રેયસ અય્યરે 40 બોલની ઈનિંગમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ભારતીય ટીમ એક સમયે ત્રણ વિકેટે 135 રન પર સારી સ્થિતિમાં હતી પરંતુ છેલ્લી ઓવરોમાં ટીમ અપેક્ષા મુજબ ઝડપી સ્કોર બનાવી શકી ન હતી. સંજુ સેમસન (15 રન) ફરી એકવાર નિષ્ફળ રહ્યો, જ્યારે દિનેશ કાર્તિક (12 રન) સતત બીજી મેચમાં ફિનિશરની ભૂમિકા ભજવી શક્યો નહીં. કેપ્ટન હાર્દિકે છેલ્લી ઓવરમાં રનઆઉટ થતા પહેલા બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 16 બોલમાં 28 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ માટે ઓડિયન સ્મિથે ચાર ઓવરમાં 33 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.

Next Story