Connect Gujarat
સ્પોર્ટ્સ

ભારતને ફાળે વધુ બે મેડલ:પેરાલિમ્પિક્સમાં ભારતને હાઈ જમ્પમાં મળ્યો સિલ્વર અને બ્રોન્ઝ, કુલ મેડલ 10

ટોક્યો પેરાલિમ્પિકમાં મરિયપ્પન થંગાવેલુએ સિલ્વર અને શરદ કુમારે હાઇ જંપમાં કાંસ્ય પદક જીત્યો છે.

ભારતને ફાળે વધુ બે મેડલ:પેરાલિમ્પિક્સમાં ભારતને હાઈ જમ્પમાં મળ્યો સિલ્વર અને બ્રોન્ઝ, કુલ મેડલ 10
X

ટોક્યો પેરાલિમ્પિકમાં મરિયપ્પન થંગાવેલુએ સિલ્વર અને શરદ કુમારે હાઇ જંપમાં કાંસ્ય પદક જીત્યો છે. પુરુષોની ઉંચી કુદ ટી63 સ્પર્ધામાં મરિયપ્પને 1.86 મીટર જ્યારે શરદે 1.83 મીટરની કૂદ લગાવી હતી. અમેરિકાનો ખેલાડી ગોલ્ડ મેડલ જીતી ગયો છે. ટોક્યો પેરાલિમ્પિકના 7માં દિવસે આજે ભારતને ફાળે ફરી મેડલનો વરસાદ થયો. દિવસની શરૂઆતમાં સિંહરાજે પુરુષોના 10 મીટર એર પિસતોલ સ્પર્ધાના ફાઈનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. જે બાદ પુરુષોના લોંગ જમ્પમાં T-63 સ્પર્ધામાં મરિયપ્પન થંગવેલુ અને શરદ કુમારે મેડલ જીત્યા છે. જેમાં મરિયપ્પન થંગવેલુએ સિલ્વર જ્યારે શરદ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે જ ભારતના મેડલની સંખ્યા 10 થઈ ગઈ છે. આ પહેલાં સોમવારે પણ ભારતને બે ગોલ્ડ મેડલ સહિત કુલ પાંચ મેડલ મળ્યા હતા.10 મીટર એર પિસ્તોલ SH1ની ફાઇનલમાં 39 વર્ષીય સિંહરાજ અધાનાએ ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અધાના 216.8 ના સ્કોર સાથે ત્રીજા સ્થાને રહ્યા.237.9 પોઇન્ટ સાથે ચીનના યાંગ ચાઓ ગોલ્ડ જીતવામાં સફળ રહ્યો. જ્યારે ચીનના જ હોંગ જિંગના ખાતામાં સિલ્વર મેડલ આવ્યો હતો.

Next Story