Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL 2022: સૂર્યકુમાર યાદવની ધમાકેદાર બેટિંગ જોઈ ભૂતપૂર્વ ક્રિકેટરે ગેમ ઓફ થ્રોન્સનું આ પાત્ર યાદ કર્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે જંગ ખેલાયો હતો.

IPL 2022: સૂર્યકુમાર યાદવની ધમાકેદાર બેટિંગ જોઈ ભૂતપૂર્વ ક્રિકેટરે ગેમ ઓફ થ્રોન્સનું આ પાત્ર યાદ કર્યું
X

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે જંગ ખેલાયો હતો. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરી અને તેનો મિડલ ઓર્ડર સંપૂર્ણ રીતે વિખેરાઈ ગયો. જો કે આ દરમિયાન સૂર્યકુમાર યાદવ ફરી એકવાર ટીમ માટે મુશ્કેલીનિવારક તરીકે ઉભરી આવ્યો. સૂર્યકુમાર યાદવે શાનદાર ઇનિંગ રમીને પોતાની ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી જોકે અંતે મુંબઈનો પરાજય થયો હતો. પરંતુ સૂર્યકુમાર યાદવની આ શાનદાર ઇનિંગે બધાને તેના ફેન બનાવી દીધા.

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અમિત મિશ્રાએ પણ ટ્વિટર પર સૂર્યકુમાર યાદવના વખાણ કર્યા અને ગેમ ઓફ થ્રોન્સનું એક પાત્ર યાદ કર્યું. અમિત મિશ્રાએ ગેમ ઓફ થ્રોન્સના પાત્ર જોન સ્નોની એક તસવીર પોસ્ટ કરી જ્યાં તે એકલા હાથે વિરોધી ટીમનો સામનો કરે છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર અમિત મિશ્રાનો દબદબો છે. તે ટ્વિટર પર સતત IPLનું વિશ્લેષણ કરી રહ્યો છે અને ફની મીમ્સ પણ શેર કરી રહ્યો છે. સૂર્યકુમાર યાદવે પોતાની ઇનિંગ્સમાં 37 બોલમાં 68 રન બનાવ્યા હતા.

Next Story