Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL : ધોની બેસ્ટ ફિનિશર, છેલ્લી 5 ઓવરમાં બોલરોને ધોવામાં નંબર 1

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 26 માર્ચથી શરૂ થવાની છે. આ વખતે બે નવી ફ્રેન્ચાઈઝીના આગમન સાથે કુલ 10 ટીમો હશે.

IPL : ધોની બેસ્ટ ફિનિશર, છેલ્લી 5 ઓવરમાં બોલરોને ધોવામાં નંબર 1
X

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 26 માર્ચથી શરૂ થવાની છે. આ વખતે બે નવી ફ્રેન્ચાઈઝીના આગમન સાથે કુલ 10 ટીમો હશે. જેની વચ્ચે 74 મેચો રમાશે. આ વખતે મહેન્દ્ર સિંહ ધોની પોતાની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને 5મી વખત ટાઈટલ જીતાડવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ આ વખતે પોતાનું ટાઈટલ બચાવવા ઈચ્છશે. ધોનીના નેતૃત્વમાં પણ આ શક્ય બની શકે છે. કારણ કે આંકડા એ વાતના સાક્ષી છે કે IPLના ઈતિહાસમાં ધોનીથી સારો કોઈ ફિનિશર નથી થયો. જ્યારે છેલ્લી 5 ઓવરમાં રન બનાવવાની વાત આવે છે અને ધોની ક્રિઝ પર હોય છે ત્યારે બોલિંગને ધોઈ નાખવી એ નંબર 1 પદ્ધતિ છે.

રેકોર્ડ પર નજર કરીએ તો ઈનિંગની છેલ્લી 5 ઓવરમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ધોની નંબર-1 પર છે. જો કે 15મી ઓવરમાં પણ ધોનીએ અત્યાર સુધીમાં સૌથી વધુ 442 રન બનાવ્યા છે. 16મી ઓવરમાં આવતાં રનની ગતિ વધુ ઝડપી બને છે. ધોનીએ આ ઓવરમાં 476 રન બનાવ્યા છે. ચાલો આંકડામાં જાણીએ કે ઇનિંગ્સની છેલ્લી 5 ઓવરમાં કયા બેટ્સમેને સૌથી વધુ રન બનાવ્યા છે.

16મી ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી :

મહેન્દ્ર સિંહ ધોની - 476 રન

એબી ડી વિલિયર્સ - 447 રન

રોહિત શર્મા - 336 રન

કિરોન પોલાર્ડ - 314 રન

યુવરાજ સિંહ - 305 રન

17મી ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી :

મહેન્દ્ર સિંહ ધોની - 572 રન

કિરોન પોલાર્ડ - 445 રન

એબી ડી વિલિયર્સ - 386 રન

રોહિત શર્મા - 362 રન

દિનેશ કાર્તિક - 360 રન

18મી ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી :

મહેન્દ્ર સિંહ ધોની - 596 રન

કિરોન પોલાર્ડ - 433 રન

એબી ડી વિલિયર્સ - 406 રન

રોહિત શર્મા - 293 રન

વિરાટ કોહલી - 276 રન

19મી ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી :

મહેન્દ્ર સિંહ ધોની - 599 રન

એબી ડી વિલિયર્સ - 404 રન

કિરોન પોલાર્ડ - 362 રન

રવિન્દ્ર જાડેજા - 305 રન

હાર્દિક પંડ્યા - 273 રન

20મી ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી :

મહેન્દ્ર સિંહ ધોની - 610 રન

કિરોન પોલાર્ડ - 378 રન

રવિન્દ્ર જાડેજા - 276 રન

રોહિત શર્મા - 248 રન

હાર્દિક પંડ્યા - 233 રન

Next Story